For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને

રાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડે નોંધાવી ફરિયાદ

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી 'ચોકીદાર ચોર હૈ' કહીને ભલે પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા હોય, પણ તેમના આ વાક્યથી ચોકીદારોને ખોટું લાગ્યું છે. મુંબઈમાં સુરક્ષા ગાર્ડ સંઘે મુંબઈ પોલીસે રાહુલ ગાંધી પર મામલો નોંધાવવા માટે આગ્રહ કર્યો છે. સુરક્ષા ગાર્ડ સંઘના સભ્યોનું કહેવું છે કે રાફેલ મુદ્દા પર રાહુલ ગાંધી પીએમ મોદી પર ભલે આોપો લગાવી રહ્યા છે, પરંતુ આ સુરક્ષા ગાર્ડ્સનું અપમાન છે.

rahul gandhi

આ વિશે પોલીસના એક અધિકારીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ મામલાને લઈ પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા છે. પરંતુ તેનાથી કેટલાક ચોકીદાર દુઃખી થયા છે. હાલમાં જ એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આયોજિત કોંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચોકીદાર ચોર છે. સંઘના અધ્યક્ષે કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે. જ્યારે સંઘના અધ્યક્ષ સંદીપ ઘુગેએ કહ્યું કે પોલીસે કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ મામલો નોંધવો જોઈએ. તેઓ ચોકીદાર ચોર હૈના નારાથી સરક્ષા ગાર્ડ્સનું અપમાન કરી રહ્યા છે. જે રોકવું બહુ જરૂરી છે.

અમદવાદમાં મંગળવારે કોંગ્રેસની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે 2014માં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ દેશના ચોકીદાર છે. પરંતુ આજે બધા જાણે છે કે ચોકીદર ચોર બની ગયા છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ વાયુસેનાના ખિસ્સામાંથી 30 હજાર કરોડ રૂપિયા લઈ અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા. યૂપીએ સરકારે રાફેલ વિમાન સસ્તામાં ખરીદ્યાં હતાં, પરંતુ મોદી સરકારે આ ડીલને મોંઘી કરી દીધી. અનિલ અંબાણી રાફેલ તો શું, કાગળનું વિમાન પણ નથી બનાવી શકતા. તેમને રાફેલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો.

આ પણ વાંચો- લોકસભા ચૂંટણી 2019: જાણો ઉત્તર પ્રદેશમાં અંતિમ સમયમાં ભાજપે કેવી રીતે મનાવ્યા નારાજ સાથીઓને

English summary
rahul gandhi chowkidar chor hai slogan offended by security guards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X