વીડિયો: રાહુલ ગાંધીએ જણાવ્યું પોતાના ટ્વીટ્સ પાછળનું રહસ્ય

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય થયા છે. તેમણે અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ કરતાં પણ વધુ ટ્વીટ કર્યા છે. રાહુલ ગાંધીને ટ્વીટ ઘણીવાર રિટ્વીટ કરવામાં આવ્યા છે અને લાઇક પણ મળે છે. આ અંગે ભાજપના ઘણા નેતાઓએ પ્રશ્નો પણ કર્યા હતા. રાહુલ ગાંધીએ આ પ્રકારના સવાલોનો ખૂબ રોચક અંદાજમાં જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ જવાબમાં કરેલ ટ્વીટને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમણે રવિવારે જ પોતાના વિરોધીઓને જવાબ આપતાં એક વીડિયો ટ્વીટ કર્યો છે. રાહુલ ગાંધી પર તેમના કેટલાક વિરોધીઓએ આરોપ મુક્યો હતો કે, તેઓ પોતાનું ટ્વીટર એકાઉન્ટ હેન્ડલ નથી કરતાં.

rahul gandhi

આ વીડિયોમાં રાહુલ ગાંધીનો પાળતુ કૂતરો જોવા મળે છે. આ વીડિયો રાહુલ ગાંધીએ જાતે શૂટ કર્યો હતો. આ વીડિયોમાં તેમનો પાળતુ કૂતરો તેમનો આદેશ માનતો જોવા મળે છે. આ વીડિયો દ્વારા તેમણે એક રીતે લોકોને કહી દીધું છે કે, તેઓ પોતાનું ટ્વીટર એકાઉન્ટ જાતે હેન્ડલ કરે છે. વીડિયોમાં રાહુલ ગાંધીનો અવાજ પણ સાંભળવા મળે છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી પર આરોપ લાગી રહ્યો હતો કે, તેઓ બૉટ્સની મદદ લઇ રહ્યાં છે. આ માટે ભાજપના નેતાઓ સમાચાર એજન્સિ એએનઆઈના અહેવાલનો આધાર લઇ રહ્યાં છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીના ટ્વીટ વિદેશમાંથી ફેક એકાઉન્ટની મદદથી રિટ્વીટ થઇ રહ્યાં છે. રાહુલ ગાંધીના ટ્વીટને રિટ્વીટ કરવા માટે બૉટ્સ એટલે કે સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં છે. આ આરોપનો રાહુલે અનોખા અંદાજમાં જવાબ આપ્યો છે.

English summary
Congress vice-president Rahul Gandhi on Sunday clapped back at critics who have been questioning the sudden surge in his Twitter popularity with one hilarious tweet.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.