For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં "રાહુલ રાજ"ની થઇ શરૂઆત, રાહુલ બન્યા નવા અધ્યક્ષ

કોંગ્રેસના નવા અધ્યક્ષ બના રાહુલ ગાંધી. 16 ડિસેમ્બરે થશે તેમની અધિકૃત તાજપોશી. આ અંગે વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસમાં "રાહુલ રાજ"ની શરૂઆત થઇ ચૂકી છે. સોમવારે રાહુલ ગાંધીને કોંગ્રેસના નિર્વિરોધ અધ્યક્ષ સ્વીકારી લેવામાં આવ્યા છે. પાર્ટીએ એક પ્રેસવાર્તા કરીને આ અંગે ઔપચારિક જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીની સામે કોઇ પણ કોંગ્રેસી નેતાએ અધ્યક્ષ પદ માટે નામાંકન નહતું ભર્યું. અને આજે નામ પાછા લેવાનો છેલ્લો દિવસ હતો. જે હેઠળ તેમને બિનહરીફ હોવાના કારણે પાર્ટીના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ 16 ડિસેમ્બરના રોજ તેમને અધિકૃત રીતે પ્રમાણ પત્ર આપી તેમને અધ્યક્ષ પદ સોંપવામાં આવશે. કોંગ્રેસના નેતા મુલ્લાપલ્લી રામચંદ્રને જણાવ્યું કે રાહુલ ગાંધીના નામાંકન પક્ષમાં 89 પ્રસ્તાવ પ્રાપ્ત થયા છે અને તે તમામ માન્ય છે.

Rahil Gandhi

આમ અધ્યક્ષ પદ માટે ખાલી એક જ નામાંકન થયું છે. તે માટે નિર્વિરોધ રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના નવા પાર્ટી અધ્યક્ષ જાહેર કરવામાં આવે છે. જો કે રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવતા પાર્ટીના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા. ઠેર ઠેર કોંગ્રેસી કાર્યકર્તાઓએ મીઠાઇ વેચી, ખુશી મનાવી હતી. વધુમાં કોંગ્રેસી નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે જે રીતે ગુજરાતમાં રાહુલે તેમણે પોતાની તાકાત બતાવી દીધી છે. વડાપ્રધાન સમેત 80 મંત્રીઓ જ્યાં ગુજરાતમાં એક મહિનાથી બેઠા છે તેમ છતાં તેમનો મુકાબલો કરી નથી શક્યા. સમગ્ર દેશને રાહુલ ગાંધીથી ખૂબ જ આશાઓ છે. અને અધ્યક્ષ તરીકે ચૂંટાઇને તેમણે પોતાની યોગ્યતા પહેલા જ સાબિત કરી દીધી છે. અને તે પોતાની જવાબદારીઓને સમજે છે.

જો કે તે વાત તો પહેલાથી નક્કી હતી કે રાહુલ ગાંધી જ પાર્ટીના નવા અધ્યક્ષ બનશે. પણ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ તેમને પાર્ટીના નવા અધ્યક્ષ રૂપે જવાબદારી સોંપી દેવામાં આવશે. ત્યારે લાગી રહ્યું છે કે ગુજરાતમાં એક પછી એક મંદિરોમાં ફરવાથી રાહુલની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે. સાથે જ રાહુલના અધ્યક્ષ બનવાની વાતને લઇને શરૂઆતી વિરોધ પણ થયો હતો પણ આખરે પાર્ટીએ રાહુલ ગાંધીને જ અધ્યક્ષ તરીકે પસંદ કરી લીધા છે.

English summary
Rahul Gandhi elected as the president of Indian National Congress today. know more on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X