For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

71 લાખ PF અકાઉન્ટ બંધ થવા પર રાહુલ ગાંધી - આ કેન્દ્રના રોજગાર મિટાઓ અભિયાનની વધુ એક ઉપલબ્ધિ

હાલમાં લાખો લોકો બેરોજગાર ફરી રહ્યા છે જેના માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના મહામારી આખા દેશમાં ફેલાઈ અને માર્ચમાં લૉકડાઉનનુ એલાન કરવુ પડ્યુ. ત્યારબાદ મેના અંત સુધી કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા જેનાથી મોટી સંખ્યામાં ઉદ્યોગ-ધંધા અને કંપનીઓ બંધ થઈ ગઈ. જૂનથી અનલૉકની પ્રક્રિયા શરૂ તો થઈ પરંતુ રોજગાર મામલે સ્થિતિ પહેલા જેવી નથી થઈ શકી. વર્તમાન સમયમાં પણ લાખો લોકો બેરોજગાર ફરી રહ્યા છે જેના માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક રિપોર્ટ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે ગયા 9 મહિનામાં 75 લાખથી વધુ પીએફ ખાતા બંધ થયા છે. આ રિપોર્ટ સાથે રાહુલ ગાંધીએ લખ્યુ કે તમારી નોકરી ગઈ અને EPF અકાઉન્ટ બંધ કરવા પડ્યા. કેન્દ્ર સરકારના રોજગાર મિટાવો અભિયાનની વધુ એક ઉપલબ્ધિ. આ પહેલા એક બીજા ટ્વિટમાં રાહુલે લખ્યુ કે ભણેલા-ગણેલા યુવાનો નોકરી માટે ભટકી રહ્યા છે. એવુ લાગી રહ્યુ છે કે સરકાર અસલી ડિગ્રીવાળા OBC-SC-STને હેરાન કરી રહી છે. તેમણે આ ટ્વિટ સાથે એક રિપોર્ટ શેર કર્યો હતો જેમાં IIT, NIT જેવી સંસ્થાઓમાં ખાલી પદોનો ઉલ્લેખ હતો.

પીએફવાળા રિપોર્ટમાં હતી આ વાતો

હાલમાં જ એક રિપોર્ટ જાહેર થયો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા 9 મહિનામાં બંધ થયેલ પીએફ અકાઉન્ટની સંખ્યા 6.5 ટકાથી વધીને 71 લાખ પહોંચી ગઈ છે. 2019-20ના પહેલા 9 મહિનામાં આ આંકડો 66.7 લાખ હતો. આમાં રિટાયરમેન્ટ, નોકરી જવી, નોકરી બદલવી વગેરે કારણ શામેલ છે. વળી, વર્તમાન સમયમાં દેશમાં 5 કરોડથી વધુ પીએમ અકાઉન્ટ છે.

સોશિયલ મીડિયા માટે નિયામક નિયુક્ત કરવાનો કોઈ પ્રસ્તાવ નથીસોશિયલ મીડિયા માટે નિયામક નિયુક્ત કરવાનો કોઈ પ્રસ્તાવ નથી

English summary
Rahul Gandhi hits on Modi Government and said 71 lakh pf account closed in 9 month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X