કર્ણાટકમાં રાહુલે કહ્યું; ભ્રષ્ટાચારની વર્લ્ડ ચેમ્પિયન છે ભાજપ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કર્ણાટકના મુખ્યમંત્રીને જેલમાં 21 દિવસ ગુજારવા પડ્યા હતા. ભ્રષ્ટાચારની વર્લ્ડ ચેમ્પિયન છે કર્ણાટકની ભાજપ સરકાર. મુખ્યમંત્રીએ રેડ્ડી ભાઇઓને રાજ્ય આપી દિધું છે. રેડ્ડી બંધુ સદન ચલાવે છે. રાહુલ ગાંધી કહ્યું હતું કે ભાજપના નેતા ભ્રષ્ટાચાર વિશે વાતો કરે છે. ભાજપના લોકો કર્ણાટકમાં ભ્રષ્ટાચાર દેખાતો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે 9 વર્ષ બરબાદ કર્યા છે. તેમને કહ્યું હતું કે રાજકિય સિસ્ટમથી કોઇ ખુશ નથી. જ્યાં સુધી આ સિસ્ટમમાં યુવાનો અને મહિલાઓને લાવવામાં નહી આવે તો આ બદલાશે નહી. યુવાનોને અપીલ છે કે તે રાજકારણમાં આવે અને રાજનિતીને બદલે. એમએલએનું કામ જનતા વચ્ચે રહીને થઇ શકે છે પ્રજાને સાંભળવાનું હોય છે. જો કોંગ્રેસના ધારાસભ્ય સફાઇનું કામ નહી કરે તો તેને હટાવી દેવામાં આવશે.












Click it and Unblock the Notifications
