For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીના પીએમ બનતા જ કરાવીશુ તેમના લગ્નઃ વિજેન્દર સિંહ

વિજેન્દર સિંહ કહે છે કે રાહુલ ગાંધી હવે દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમના પ્રધાનમંત્રી બનતા જ તેમના લગ્ન કરાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ઓલિમ્પિક મેડલ વિજેતા વિજેન્દર સિંહને કોંગ્રેસે દક્ષિણી દિલ્લીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. રાજકીય મેદાનમાં આવ્યા બાદ વિજેન્દર સિંહ સતત ભાજપ પર હુમલો કરી રહ્યા છે અને કોંગ્રેસના નેતૃત્વની પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ તેમના પર આરોપ લાગી રહ્યો છે કે તે એક પેરાશૂટ ઉમેદવાર છે પરંતુ આના પર વિજેન્દર સિંહનું કહેવુ છે કે જે લોકો આ કહી રહ્યા છે તેમને ખબર હોવી જોઈએ કે મારુ ઘર દિલ્લીમાં છે. એટલુ જ નહિ જ્યારે ખેલાડી તરીકે રમીએ છીએ ત્યારે એ નથી જોવામાં આવતુ કે અમે ક્યાંથી છીએ પરંતુ કેવુ પ્રદર્શન કરી રહ્યા છે એ જોવામાં આવે છે.

આ પણ વાંચોઃ 'ફાની' એ ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ, ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારો ખાલી કરાવાયાઆ પણ વાંચોઃ 'ફાની' એ ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ, ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારો ખાલી કરાવાયા

હાર થાય કે જીત રાજકારણ નહિ છુ

હાર થાય કે જીત રાજકારણ નહિ છુ

વિજેન્દર સિંહે દૈનિક જાગરણને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે દક્ષિણી દિલ્લીની જનતા તેમને જરૂર જીતાડશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યુ છે કે તે ચૂંટણી હારે કે જીતે પરંતુ રાજકારણ નહિ છોડે. તેમનુ કહેવુ છે કે હું વર્તમાન પરિસ્થિતિને જોઈને રાજકારણમાં આવ્યો છુ. આ મારી ફરજ છે કે હું લોકો માટે કંઈ કરી શકુ, લોકોની સમસ્યાઓને દૂર કરી શકુ. હું મારી પૂરી કોશિશ કરીશ કે રાજકારણમાં આવ્યા બાદ હું લોકોની સેવા કરી શકુ.

ખેડૂત પરિવાર સાથે સંબંધ

ખેડૂત પરિવાર સાથે સંબંધ

વિજેન્દર સિંહ જણાવે છે કે મારા પિતા વ્યવસાયે ડ્રાઈવર હતા, તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે. દિલ્લીના લોકોની શું જરૂરિયાતો શું છે તેના પર વિજેન્દર સિંહ કહે છે કે હું આ ઘણી સારી રીતે સમજુ છુ કારણકે મારા પિતા ડ્રાઈવર હતા. દિલ્લીમાં સીલિંગના મુદ્દે વિજન્દર સિંહનું કહેવુ છે કે આ દિલ્લીની મુખ્ય સમસ્યા છે. દક્ષિણી દિલ્લા યુવાનોને રોજગારની જરૂર છે એટલા માટે સીલિંગ મહત્વનો મુદ્દો છે. સાથે જ મહિલાઓની સુરક્ષા, પાણી, સીવરેજ પણ લોકોન મુખ્ય સમસ્યા છે.

પીએમ બન્યા બાદ લગ્ન કરાવીશુ

પીએમ બન્યા બાદ લગ્ન કરાવીશુ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે વિજેન્દર સિંહનું કહેવુ છે કે હું તેમને પહેલી વાર બે વર્ષ પહેલા એક કાર્યક્રમ દરમિયાન મળ્યો હતો. તે દરમિયાન મે તેમને લગ્ન વિશે સવાલ કર્યો હતો. વિજેન્દર સિંહ કહે છે કે રાહુલ ગાંધી હવે દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમના પ્રધાનમંત્રી બનતા જ તેમના લગ્ન કરાવવામાં આવશે. તેમણે કહ્યુ કે આજે નહિ તો કાલે, કાલે નહિ તો પરમ દિવસે રાહુલ ગાંધીના લગ્ન જરૂર કરાવીશુ.

વાત બધાની સાથે થાય છે પરંતુ વિચાર કોંગ્રેસ પાસેથી મળે છે

વાત બધાની સાથે થાય છે પરંતુ વિચાર કોંગ્રેસ પાસેથી મળે છે

પીએમ મોદી સાથે સંબંધો વિશે જ્યારે વિજેન્દર સિંહને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે મારી વાત બધાની સાથે થાય છે પપંતુ વિચાર કોંગ્રેસ પાસેથી વધુ મળે છે. તેમણે કહ્યુ કે દક્ષિણી દિલ્લીના ગામ અને કૉલોનીઓમાં રમવાનું મેદાન હોવુ જોઈએ. અમે અહીં રમતગમતની સુવિધાઓને વધારવાની વાત કરીશુ. નવી પેઢીને તૈયાર કરીશુ જેનાથી તેમના સપના પૂરા થઈ શકે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં ચૂંટણી 12મેના રોજ થવાની છે જ્યારે ચૂંટણી પરિણામ 23મેના રોજ જાહેર કરવામાં આવશે.

English summary
Rahul Gandhi is going to become prime minister and then he will get married says Vijender singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X