રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં થઈ શકે છે હાજર, જાણો શું છે કેસ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માનહાનિના એક ગુનાહિત કેસમાં પોતાનો બચાવ કરવા માટે ગુજરાતના સુરતની કોર્ટમાં હાજર થઈ શકે છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માનહાનિના એક ગુનાહિત કેસમાં પોતાનો બચાવ કરવા માટે ગુજરાતના સુરતની કોર્ટમાં હાજર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી સામે 'મોદી' અટકવાળી ટિપ્પણીને લઈને ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં અંતિમ નિવેદન નોંધાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કટાક્ષમાં કહ્યુ હતુ કે નીરવ મોદ, લલિત મોદી, નરેન્દ્ર મોદી આ બધાનુ સામાન્ય ઉપનામ મોદી કેવી રીતે છે? ચારેયનુ મોદીનુ ઉપનામ સામાન્ય કેવી રીતે હોઈ શકે? આ ટિપ્પણી રાહુલ ગાંધીએ 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન કરી હતી. તમને જણાવી દઈએ કે નીરવ મોદી અને લલિત મોદી ભાગેડુ ઘોષિત કરેલા છે અને મની લૉડ્રીંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેમની તપાસ કરી રહી છે.
રાહુલ ગાંધીના આ કટાક્ષ બાદ સુરત પશ્ચિમ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણીમાં આખા મોદી સમાજને બદનામ કર્યો છે. રાહુલ ગાંધી સામે આઈપીસીની કલમ 499 અને 500ના ઉલ્લંઘન હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી સવારે 10 વાગે સુરત પહોંચશે અને બપોરે 12.30 વાગે કોર્ટમાં હાજર રહ્યા બાદ દિલ્લી પરત ફરશે.












Click it and Unblock the Notifications
