For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબિનેટમાં ફેરફાર માટે પ્રધાનમંત્રીને મળ્યા રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

rahul gandhi
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર કરવાની ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ મંગળવારે પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મુલાકાત કરી છે.

જોકે અધિકારીક રીતે ખુલાસો કરાયો નથી કે આ મુલાકાત દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ. રાહુલની પ્રધાનમંત્રી સાથે થયેલી મુલાકાત પહેલાં ગઇકાલે પ્રધાનમંત્રી અને સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતોથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ફરી એકવાર ગરમ થઇ છે.

રાહુલ સંગઠન અને સરકારમાં વ્યાપક ભૂમિકાઓ નિભાવે, એ વાતની માંગ સતત પાર્ટીમાં ઉઠતી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓના સરકારમાંથી હટ્યા બાદથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો થઇ રહી હતી. તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓ અને દ્રમુકના બે સદસ્યોના હટવાથી મંત્રીમંડળમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી આ અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પણ મુલાકાત કરી શકે છે. તેમણે રાષ્ટ્રપતિની મુલાકાત માટે સમય પણ માંગ્યો છે.

English summary
Congress General Secretary Rahul Gandhi met Prime Minister Manmohan Singh on Wednesday amid talks of a Cabinet reshuffle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X