For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Santokh Singh: રાહુલ ગાંધીએ કોંગ્રેસ સાંસદના પરિવારને સાંત્વના આપી , સોનિયા ગાંધીએ મોકલ્યો શોક સંદેશ

આજે સવારે કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીના ભારત જોડો યાત્રામાં થયેલા નિધન બાદ રાહુલ ગાંધી યાત્રા રોકી તેમના પરિવારને મળવા પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

Santokh Singh Chaudhary: કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં પંજાબમાં છે. આ દરમિયાન સવારે કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીને હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયુ. ફિલ્લૌરમાં ભારત જોડો યાત્રામાં ચાલતી વખતે અચાનક સંતોખ સિંહ બેભાન થઈ ગયા. તેમને ફગવાડાની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બાદમાં તેમનુ મોત થઈ ગયુ. જલંધરથી સાંસદ સંતોખ સિંહના નિધન બાદ ભારત જોડો યાત્રાને રોકવામાં આવી છે. રાહુલ ગાંધી સાંસદના મોત બાદ તેમના આવાસ પહોંચ્યા.

rahul gandhi

રાહુલ ગાંધીએ સંતોખ સિંહ ચૌધરીના પત્ની કમજીત કૌર અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી હતી. યાત્રા રોક્યા બાદ રાહુલ ગાંધી પરિવારના સભ્યોને મળવા સંતોખ સિંહ ચૌધરીના ઘરે પહોંચ્યા હતા. રાહુલ ગાંધી કોંગ્રેસના સાંસદના સંબંધીઓને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આ દુઃખની ઘડીમાં અસ્વસ્થ દેખાતા હતા. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સાંસદના પરિવારને શોક સંદેશ મોકલ્યો છે. તેમના મૃત્યુ બાદ ભારત જોડો યાત્રાને રોકી દેવામાં આવી છે.

કોંગ્રેસના દિવંગત સાંસદ સંતોખ સિંહ ચૌધરીના પત્નીને મોકલવામાં આવેલા શોક સંદેશમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, 'કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તમારા પતિ સંતોખ સિંહ ચૌધરીજીના કોંગ્રેસની ઐતિહાસિક ભારત જોડો યાત્રા દરમિયાન હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયુ છે. હું સમજી શકુ છુ કે પરિવારના અન્ય સભ્યો માટે ખાસ કરીને તમારા માટે લગ્નજીવનના ઘણા દાયકાઓ પછી આ ઉંમરે અચાનક તમારા જીવનસાથીથી અલગ થઈ જવુ કેટલુ દુઃખદાયક છે.

સોનિયા ગાંધીએ લખ્યુ કે તેમ છતાં નિયતિના નિયમને સ્વીકારવો પડે છે અને સહન કરવો પડે છે. મને ખાતરી છે કે તમે આ પીડાને આ દ્રષ્ટિએ સહન કરવાનો પ્રયત્ન કરશો. તેઓ કોંગ્રેસની વિચારધારા પ્રત્યે સમર્પિત અને વફાદાર રહ્યા. જીવનભર કોંગ્રેસના સિદ્ધાંતોને અનુસરીને પક્ષ અને સમાજની સેવા કરી હતી. તેમનુ અવસાન ન પૂરી શકાય તેવી ખોટ છે. આ દુઃખની ઘડીમાં હું તમારા અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યુ કે, 'ભારત જોડો યાત્રા દરમિયાન અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે 76 વર્ષની વયના જલંધરથી કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીનુ આજે સવારે નિધન થયુ છે. અમે તેમના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમમાં કેટલાક ફેરફારો થશે. મુલાકાત અંગેની માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.'

મોતના સમાચાર મળતા જ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ જલંધર તરફ ઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ઘણા નેતાઓ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સાંસદ ચૌધરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

English summary
Rahul Gandhi met congress MP Santokh Singh Chaudhary's family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X