For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી પછી રાહુલે પણ ફેસબુક પર કર્યો હુમલો, કહ્યુ - આ લોકતંત્ર માટે યોગ્ય નથી

સાંસદ રાહુલ ગાંધીએ પણ ફેસબુક પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના પાંચ મહત્વના રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા ખતમ થઈ ગઈ છે જેમાં આમ આદમી પાર્ટીએ પંજાબ અને અન્ય રાજ્યોમાં ભાજપે પૂર્ણ બહુમત મેળવ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો. જેના કારણે હવે તે ભાજપ પર નવા આરોપ લગાવી રહી છે. બુધવારે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફેસબુકના પક્ષપાતી વલણનો મામલો ઉઠાવ્યો હતો. ત્યારબાદ સાંસદ રાહુલ ગાંધીએ પણ તેના પર નિશાન સાધ્યુ છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર અલજજીરાના અમુક રિપોર્ટ શેર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુકની મધર કંપની મેટાએ ભાજપને ઓછા ભાવમાં જાહેરાતની સેવા આપી. સાથે જ ભાજપને મતદારો સુધી પહોંચવામાં મદદ કરી. આ રિપોર્ટસ શેર કરીને રાહુલ ગાંધીએ લખ્યુ કે લોકતંત્ર માટે 'મેટા-વર્સ'(ખૂબ ખરાબ) છે.

સોનિયા ગાંધીએ કહી હતી આ વાત

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે લોકસભામાં કહ્યુ કે ફેસબુક અને સત્તા(મોદી સરકાર)ની મિલીભગતથી જે રીતે સામાજિક સૌહાર્દને ખરાબ કરવામાં આવી રહ્યુ છે, જે રીતે લોકોના દિમાગમાં નફરત ભરવામાં આવી રહી છે, તે આપણા દેશના લોકતંત્ર માટે ખતરનાક છે. તેમણે કહ્ટયુ કે ફેસબુક અને ટ્વિટર જેવી વૈશ્વિક કંપનીઓનો ઉપયોગ નેતા અને રાજકીય દળો પોતાના પોલિટિકલ નરેટિવને વધારવા માટે કરી રહ્યા છે. એ વારંવાર નોટિસમાં આવ્યુ છે કે વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીઓ બધી પાર્ટીઓને સમાન અવસર આપી નથી રહી, તે સત્તા પક્ષ માટે કામ કરતી દેખાઈ રહી છે.

ડેટા વિશ્લેષણથી જાણવા મળ્યુ

બિન-લાભકારી મીડિયા સંગઠન ધ રિપોર્ટર્સ કલેક્ટીવ(ટીઆરસી) અને સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતોનુ અધ્યયન કરતા એડ વૉચે ફેસબુકના ડેટાનુ વિશ્લેષણ કર્યુ હતુ. જેમાં જાણવા મળ્યુ કે લોકસભા ચૂંટણી સહિત 10માંથી 9 ચૂંટણી, જેમાં ભાજપને જીત મળી, તેમાં કંપનીએ વિપક્ષીઓની સરખામણીમાં ભાજપ માટે જાહેરાતના દર ઓછા રાખ્યા.

English summary
Rahul Gandhi on facebook- Meta-worse For Democracy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X