For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી નેપાળની જાણીતી પબમાં જોવા મળ્યા, વીડિયો જાહેર કરીને ભાજપે ઘેર્યા

નેપાળ પ્રવાસથી રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં નેપાળના પ્રવાસે છે. નેપાળ પ્રવાસથી રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કાઠમંડુમાં નાઈટક્લબમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. આ વીડિયો Lord of the Drinks, Nepalનો હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

rahul gandhi

ભાજપ પ્રવકતા શહેજાદ પૂનાવાલાએ કહ્યુ કે રાહુલ ગાંધી શું કરી રહ્યા છે એ તેમની અંગત બાબત છે પરંતુ જ્યારે રાજસ્થાનના જોધપુરમાં હિંસા થઈ રહી છે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાળ સળગી રહ્યુ છે, આના પર ચિંતા વ્યક્ત કરવાના બદલે રાહુલ ગાંધી નેપાળમાં નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. તેમણે ભારતના લોકો સાથે તેમની સમસ્યાઓ વિશે જાણવા માટે હોવુ જોઈએ. પૂનાવાલાએ વધુમાં કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે પરંતુ રાહુલ ગાંધીની પાર્ટી આમ જ ચાલતી રહેશે. તે રાજકારણમાં ગંભીર નથી. જ્યારે તેમની પાર્ટી અને દેશના લોકોને તેમની જરુર છે ત્યારે તે નેપાળમાં પાર્ટી કરી રહ્યા છે.

ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યુ કે આ રાહુલ ગાંધીનો અંગત મામલો છે. રાહુલ ગાંધી કોની સાથે છે? શું ચાઈનાના એજન્ટો સાથે છે? શું રાહુલ ગાંધી જે ટ્વિટ કરે છે તે સેના વિરુદ્ધ ચાઈનાના દબાણમાં કરે છે? સવાલ તો પૂછાશે, સવાલ રાહુલ ગાંધીનો નથી, દેશનો છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિુએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરીને કટાક્ષ કર્યો કે વેકેશન, પાર્ટી, હૉલિડે, પ્લેઝર ટ્રિપ, પ્રાઈવેટ ફૉરેન વિઝિટ વગેરે હવે દેશ માટે કોઈ નવી વાત નથી.

English summary
Rahul Gandhi partying in Night club of Kathmandu, BJP Share video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X