Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાહુલે ટ્વિટર પર લખ્યો ભાવુક સંદેશ

દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 27 મી પુણ્યતિથિ પર સોમવારે દિલ્હી સ્થિત તેમની સમાધિ ‘વીર ભૂમિ' પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પક્ષના વરિષ્ઠ નેતા શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.

દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 27 મી પુણ્યતિથિ પર સોમવારે દિલ્હી સ્થિત તેમની સમાધિ 'વીર ભૂમિ' પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી, રૉબર્ટ વાડ્રા અને મલ્લિકાર્જૂન ખડગે સહિત પક્ષના વરિષ્ઠ નેતા શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટર દ્વારા એક ભાવુક સંદેશ લખીને પિતાને યાદ કર્યા.

rahul

રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યુ કે, "મારા પિતાએ મને શીખવ્યુ હતુ કે નફરત એ લોકો માટે જેલ છે જે તેને લઈને ફરે છે. આજે તેમની પુણ્યતિથિ પર હું તેમને અભિનંદન આપવા ઈચ્છુ છુ કે તેમણે મને બધા લોકોને પ્રેમ કરવાનું અને સમ્માન આપવાનું શીખવ્યુ. એક પિતાનો પોતાના પુત્ર માટે સૌથી મૂલ્યવાન ઉપહાર. રાજીવ ગાંધી, અમે બધા તમને પ્રેમ કરીએ છીએ અને તમે અમારા હ્રદયમાં રહેશો."

રાજીવ ગાંધીની હત્યા કેવી રીતે થઈ

તમને જણાવી દઈએ કે 27 વર્ષ પહેલા આજના જ દિવસે તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં 21 મે, 1991ના રોજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની બોમ્બથી ઉડાવીને હત્યા કરી દેવામાં આવી હતી. એક રેલીને સંબોધિત કરવા તમિલનાડુ ગયેલા રાજીવ ગાંધી જેવા પોતાની કારમાંથી ઉતરીને સ્ટેજ તરફ આગળ વધ્યા, એક આત્મઘાતી મહિલા હુમલાખોર તેમના તરફ આગળ વધી. તેણે પહેલા રાજીવ ગાંધીને માળા પહેરાવી અને પછી પગે લાગવા માટે જેવી નીચે નમી તેણે પોતાની કમર પર બાંધેલા બોમ્બનું બટન દબાવી દીધુ અને ધમાકામાં રાજીવ ગાંધીનું નિધન થયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X