For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું પ્રશાંત કિશોરને લઈને સાચી સાબિત થઈ રાહુલ ગાંધીની ભવિષ્યવાણી?

પ્રશાંત કિશોરને લઈને રાહુલ ગાંધીએ પહેલા જ દિવસે એક ખાસ ભવિષ્યવાણી કરી હતી જે છેવટે સાચી સાબિત થઈ. જાણો શું કહ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઘણા દોરની બેઠકો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલેલી માથાકૂટ બાદ પ્રશાંત કિશોર માટે પાર્ટીમાં એન્ટ્રીની જે ફૉર્મ્યુલા તૈયાર કરવામાં આવી હતી, છેવટે 'પીકે'એ તેને મંજર કરવાનો ઈનકાર કરી દીધો. જો કે, આવુ પહેલી વાર નથી જ્યારે પાર્ટીમાં એન્ટ્રીને લઈને કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઈ છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ ખુલાસો કર્યો છે કે પ્રશાંત કિશોરને લઈને રાહુલ ગાંધીએ પહેલા જ દિવસે એક ખાસ ભવિષ્યવાણી કરી હતી જે છેવટે સાચી સાબિત થઈ.

શું હતી રાહુલની એ ભવિષ્યવાણી?

શું હતી રાહુલની એ ભવિષ્યવાણી?

એનડીટીવીના સમાચાર મુજબ કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ, 'જે વખતે પાર્ટીમાં પ્રશાંત કિશોરના શામેલ થવાની ચર્ચા ચાલુ થઈ, રાહુલ ગાંધીએ પહેલા જ દિવસે ભવિષ્યવાણી કરી દીધી હતી કે તે કોંગ્રેસમાં શામેલ નહિ થાય. આ પહેલી વાર નથી પરંતુ આવુ આઠમી વાર થયુ છે જ્યારે કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે પાર્ટીમાં એન્ટ્રીને લઈને વાતચીત થઈ છે. સાથે જ કોંગ્રેસ અને ઘણા નેતાઓએ એ પણ અનુભવ્યુ કે પ્રશાંત કિશોર બીજા પક્ષોનો ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસનો ઉપયોગ કરવા માંગતી હતા.'

કોંગ્રેસમાં કયુ પદ ઈચ્છતા હતા પ્રશાંત

કોંગ્રેસમાં કયુ પદ ઈચ્છતા હતા પ્રશાંત

કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યુ, 'પ્રશાંત કિશોર ઈચ્છતા હતા કે તેમને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકારનુ પદ આપવામાં આવે, અથવા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનુ પદ આપવામાં આવે. પ્રશાંત કિશોરે ખુદ કોંગ્રેસ નેતાઓ સાથે વાત કરી અને કહ્યુ કે તે સોનિયા ગાંધી સથે તેમની એક મીટિંગ કરાવે જેમાં તે પાર્ટીને ફરીથી બેઠી કરવાનુ એક પ્લાનિંગ તેમની સામે રાખશે. રાહુલ ગાંધીએ પ્રશાંત કિશોરના કોઈ પ્રસ્તાવને મહત્વ ન આપ્યુ એટલે તેમણે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરવા પર જોર આપ્યુ.'

પીકેને લઈને શું હતુ કોંગ્રેસ નેતાઓનુ વલણ

પીકેને લઈને શું હતુ કોંગ્રેસ નેતાઓનુ વલણ

સૂત્રો મુજબ, 'પ્રશાંત કિશોરને લઈને જે કમિટી બનાવવામાં આવી હતી, તેમાંથી ઘણા કોંગ્રેસ નેતાઓએ તેમના પ્રસ્તાવો પર ગંભીરતા બતાવી પરંતુ તે પીકેને લઈને સાવધાન પણ હતા. ત્યાં સુધી કે બે મુખ્યમંત્રીઓને પણ પ્રશાંત કિશોર સાથે વાતચીત કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત કમિટીના ઘણા નેતાઓને એ પણ અનુભવાયુ કે પ્રશાંત કિશોર ઉપર ભરોસો ન કરી શકાય અને તે કોંગ્રેસના પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને બીજી પાર્ટીઓ માટે ચૂંટણી રણનીતિ બનાવવાનુ કામ પણ ચાલુ રાખશે.'

પ્રશાંત કિશોરને કોંગ્રેસે આપી હતી આ ઑફર

પ્રશાંત કિશોરને કોંગ્રેસે આપી હતી આ ઑફર

તમને જણાવી દઈએ કે સોમવારે કોંગ્રેસ તરફથી પ્રશાંત કિશોરને 'એમપાવર્ડ કોંગ્રેસ કમિટી'માં ચૂંટણી મેનેજમેન્ટની મહત્વની જવાબદારી નિભાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો જેને પ્રશાંત કિશોરે મંગળવારે ટ્વિટ કરીને ઠુકરાવી દીધો હતો. વળી, પાર્ટીમાં પ્રશાંત કિશોરની એન્ટ્રીને લઈને બનાવવામાં આવેલી કમિટીના મહત્વના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યુ, 'એક દિવસ પહેલા જ તેમને પાર્ટીમાં શામેલ થવાની ઑફર આપવામાં આવી હતી અને તેણે આનાથી ઈનકાર કરી દીધો હતો. અમને ખબર નથી કે આનુ કારણ શું છે.'

English summary
Rahul Gandhi prediction about Prashant Kishor proved to be correct
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X