સજા મળ્યા બાદ ઝિંદાબાદના નારા વચ્ચે દિલ્હી પહોંચ્યા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી મુલાકાતે પહોંચ્યા

નવી દિલ્હી : મોદી અટક પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી છે. હવે સજા મળ્યા બાદ રાહુલ ગાંધી દિલ્હી પહોંચ્યા છે. રાહુલ ગાંધી અહીં સમર્થકોની નારેબાજી વચ્ચે પહોંચ્યા હતા અને પહોંચતાની સાથે જ સોનિયા ગાંધી મળવા પહોંચ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપી દીધા છે.
સુરતથી દિલ્હી પહોંચ્યા બાદ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. અહીં રાહુલ ગાંધીના સમર્થનમાં ઝિંદાબાદના નારા લાગ્યા હતા. રાહુલ ગાંધીએ ચહેરા પણ સ્માઈલ સાથે લોકોનું અભિવાદન કર્યુ હતું.
રાહુલ દિલ્હી પહોંચતા જ સોનિયા ગાંધી નિવાસસ્થાને મળવા પહોંચ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના વિવિધ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવાની શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ બધુ એક ષડયંત્ર હેઠળ કરાઈ કહ્યું છે. આ રાહુલ ગાંધીની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે.
#WATCH | Congress MP Rahul Gandhi returns to Delhi.
— ANI (@ANI) March 23, 2023
Surat District Court in Gujarat held him guilty in the criminal defamation case filed against him over his 'Modi surname' remark. He was later granted bail. pic.twitter.com/viUhC38zHl
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, આ એક એવી સરકાર છે જે રાજકીય વિરોધીઓને ચૂપ કરવા સંસ્થાનવાદી સાધનોનો ઉપયોગ કરે છે. રાજકીય પ્રતિસ્પર્ધીને ચૂપ કરાવવાના કપટી પ્રયાસનું આ બીજું ઉદાહરણ છે. આ નિર્ણય સામે અપીલ થશે, સરકારની પ્લેબુક આપણે જાણીએ છીએ. અમે આ માટે સારી રીતે તૈયાર છીએ. પાર્ટી રાહુલ ગાંધીની સાથે મજબૂતીથી ઉભી છે.
યુથ કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત કોર્ટના નિર્ણય સામે રાજભવન સુધી રેલી યોજી હતી. સુરત જિલ્લા અદાલતે તેમની મોદી સરનેમ ટીપ્પણી માટે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા છે.












Click it and Unblock the Notifications
