For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરીશુ: રાહુલ ગાંધી

મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતો માટે એક જનસભા સંબોધિત કરશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતો માટે એક જનસભા સંબોધિત કરશે. આ સભા મંદસોરમાં પીપલીયા મંડીમાં થશે. કોંગ્રેસ ઘ્વારા આ સભાનું નામ 'કિસાન સમૃદ્ધ સંકલ્પ રેલી' રાખવામાં આવ્યું છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે મધ્યપ્રદેશમાં આ વર્ષે ઈલેક્શન થવા જઈ રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં રાહુલ ગાંધી ઘ્વારા યોજવામાં આવી રહેલી રેલી કોંગ્રેસ માટે ખુબ જ અગત્યની છે. આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાઈ ગયા છે.

rahul gandhi

Newest First Oldest First
3:33 PM, 6 Jun

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટા મોટા લોકો સાથે, સૂટ બુટના લોકો સાથે મિટિંગ કરે છે. પરંતુ ગરીબ ખેડૂતોની સમસ્યા પર બોલવા માટે તેમની પાસે એક પણ શબ્દ નથી: રાહુલ ગાંધી
3:11 PM, 6 Jun

નરેન્દ્ર મોદી અને શિવરાજ સિંહ આ કામ નહીં કરી શકે, કમલનાથ અને સિંધિયા આ કામ કરી શકે છે: રાહુલ ગાંધી
3:10 PM, 6 Jun

મારુ સપનું છે કે 5-7 વર્ષ પછી જયારે અમે અહીં આવીયે ત્યારે પોતાના ફોન પર જોઈએ તો તેના પર મેડ ઈન મંદસોર લખેલું હોય: રાહુલ ગાંધી
3:07 PM, 6 Jun

અમે આખા મધ્યપ્રદેશમાં ફૂડ ચેન બનાવીશુ, અમે તમારા ખેતરને ફૂડ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડીશુ. ફૂડ પ્રોસેસિંગ યુનિટ ઘ્વારા અમે ખેડૂતના બાળકોને રોજગાર આપીશુ: રાહુલ ગાંધી
2:41 PM, 6 Jun

મોદી સરકાર અમીરોને લોન આપે છે પરંતુ ખેડૂતોનું દેવું માફ નથી કરતી: રાહુલ ગાંધી
2:40 PM, 6 Jun

પીએમ મોદી અને શિવરાજ સિંહ ચૌહાણ ફક્ત વાતો કરે છે પરંતુ ખેડૂતો માટે કઈ જ નથી કરતા: રાહુલ ગાંધી
2:37 PM, 6 Jun

જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો, જે લોકોએ ખેડૂતો પર ગોળીઓ ચલાવી હતી તેમની સામે 10 દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે: રાહુલ ગાંધી
2:34 PM, 6 Jun

જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસની અંદર કોંગ્રેસ સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે: રાહુલ ગાંધી
2:32 PM, 6 Jun

આજે ખેડૂત પોતાની હક માંગી રહ્યો છે, આત્મહત્યા કરવા માટે મજબુર બન્યો છે. મોદી સરકાર પાસે ખેડૂતો માટે સમય નથી: રાહુલ ગાંધી
2:32 PM, 6 Jun

ભાજપના કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર સરકારના દિલમાં ખેડૂતો માટે કોઈ જ જગ્યા નથી: રાહુલ ગાંધી
2:31 PM, 6 Jun

મંદસોર ગોલીકાંડના એક વર્ષ પછી પણ જાંચ આયોગની કોઈ રિપોર્ટ નથી આવી. શહીદ ખેડૂત પરિવાર ન્યાય માટે રાહ જોઈ રહ્યો છે. પરિવારજનો ને ગુમાવવાનું દર્દ હું જાણું છું: રાહુલ ગાંધી
10:55 AM, 6 Jun

ગોલી કાંડમાં માર્યા ગયેલા અભિષેકના માતાપિતા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રશાશન તેમને રાહુલ ગાંધી સાથે નહીં મળવા માટે ધમકી આપી રહ્યું છે.
10:12 AM, 6 Jun

રાહુલ ગાંધીની રેલી માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, લગભગ 50 પોલીસ અધિકારી, સુરક્ષા ટીમની 5 કંપનીઓ, 600 કરતા પણ વધારે જવાનો હાજર છે.
10:05 AM, 6 Jun

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઘ્વારા રાહુલ ગાંધીની રેલી વિશે જણાવ્યું કે તેઓ ઈલેક્શન ની ઉપજ કાપવા આવી રહ્યા છે.
10:04 AM, 6 Jun

રાહુલ ગાંધીની રેલીમાં 6 જૂન 2017 દરમિયાન જે ખેડૂતોની મૌત થઇ હતી તેમના પરિવારને રેલીમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

English summary
Rahul Gandhi will hold a rally in Piplya Mandi town near Mandsaur today, here is live updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X