Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નાણાંમંત્રીએ CBI અને ED ને માલ્યા સાથે મુલાકાતની વાત કેમ કહી નહિઃ રાહુલ

બેંક ગોટાળા મામલે ભાગેડુ વિજય માલ્યા દ્વારા અરુણ જેટલી સાથે મુલાકાતની વાત કબૂલ્યા બાદ ભારતીય રાજકારણમાં તોફાન આવી ગયુ છે. આ મામલે ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી.

બેંક ગોટાળા મામલે ભાગેડુ વિજય માલ્યા દ્વારા અરુણ જેટલી સાથે મુલાકાતની વાત કબૂલ્યા બાદ ભારતીય રાજકારણમાં તોફાન આવી ગયુ છે. કોંગ્રેસ-ભાજપ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી. રાહુલ ગાંધીએ અરુણ જેટલી પર આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સાંસદ પી એલ પુનિયાએ વિજય માલ્યા અને નાણાંમંત્રી અરુણ જેટલીની મુલાકાત થતા જોઈ હતી. તેઓ આના સાક્ષી છે. પ્રેસ કોન્ફરન્સમાં હાજર કોંગ્રેસ સાંસદ પુનિયાએ કહ્યુ કે મે એક માર્ચ 2016 ના રોજ સાંસદની સેન્ટ્રલ હોલમાં નાણાંમંત્રી અરુણ જેટલી અને વિજય માલ્યા વચ્ચેની મુલાકાત જોઈ હતી.

હાવભાવથી સ્પષ્ટ હતુ કે બંને બહુ સારી રીતે એકબીજાને જાણે છે

હાવભાવથી સ્પષ્ટ હતુ કે બંને બહુ સારી રીતે એકબીજાને જાણે છે

પુનિયાએ કહ્યુ કે વિજય માલ્યા અને અરુણ જેટલી વચ્ચે 15-20 મિનિટ સુધી મીટિંગ થઈ હતી. આ સિટ-ડાઉન મીટિંગ હતી. 1 માર્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં ખૂણામાં ઉભા રહીને વિજય માલ્યા અને અરુણ જેટલી ઘણી અંતરંગ વાતો કરી રહ્યા હતા. હાવભાવથી સ્પષ્ટ હતુ કે બંને સારી રીતે એકબીજાને જાણે છે. ત્યારબાદ 3 માર્ચે વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયા.

જો હું ખોટો સાબિત થઉ તો રાજકારણ છોડી દઈશ

જો હું ખોટો સાબિત થઉ તો રાજકારણ છોડી દઈશ

આ સૂચના બાદ મને ખૂબ આશ્ચર્ય થયુ. સરકારે દેશના વિશ્વાસ પર મોટો હુમલો કર્યો છે. પુનિયાએ કહ્યુ કે નાણાંમંત્રીએ અઢી વર્ષ સુધી આ મુલાકાતને રહસ્યમય કેમ રાખી. જો તેમને ખબર હતી કે તે ભાગવાનો છે તો તેની ધરપકડ કેમ ન કરાઈ. પુનિયાએ કહ્યુ કે બંનેની મુલાકાતના પુરાવા સેન્ટ્રલ હોલના સીસીટીવીમા કેદ છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરો, જો હું ખોટો પડુ તો રાજકારણ છોડી દઈશ. તેમણે કહ્યુ કે એવુ લાગે છે કે માલ્યા જેટલીની મંજૂરી લઈને લંડન ભાગ્યો હતો.

તે લંડન ભાગી રહ્યો છે તો તમે સીબીઆઈ કે ઈડીને કેમ ન જણાવ્યુ

તે લંડન ભાગી રહ્યો છે તો તમે સીબીઆઈ કે ઈડીને કેમ ન જણાવ્યુ

રાહુલ ગાંધીએ નાણાંમંત્રીને પૂછ્યુ કે નાણાંમંત્રી એ સ્પષ્ટ કરે કે શું વાત થઈ. તેમણે (જેટલી) એ કહ્યુ કે કોરિડેરમાં આવીને માલ્યાએ જણાવ્યુ કે તે લંડન ભાગી રહ્યો છે તો પછી તમે સીબીઆઈ કે ઈડીને કેમ ન જણાવ્યુ. અરેસ્ટ નોટિસને સૂચના નોટિસમાં કેમ બદલી? નાણાંમંત્રા સ્પષ્ટ કરે કે શું તેમના લેવલ પર કોઈ ડીલ થઈ છે કે તેમને ઉપરથી ઓર્ડરથી મળ્યો હતો આવુ કરવા માટે અને પછી રાજીનામુ આપવુ જોઈએ.

અઢી વર્ષ સુધી મૌન કેમ રહ્યા જેટલી

અઢી વર્ષ સુધી મૌન કેમ રહ્યા જેટલી

રાહુલે આરોપ લગાવ્યો કે સરકાર વિજય માલ્યા પર અને રાફેલ પર ખોટુ બોલી રહી છે. નાણાંમંત્રીએ એક આર્થિક ગુનેગારની ભાગવામાં મદદ કરી છે. પ્રધાનમંત્રીની ભૂમિકા પર સવાલ ઉઠાવવાના પ્રશ્ન પર રાહુલે કહ્યુ, ‘જણાવો કે શું જેટલીજીને પીએમ મોદી પાસેથી ઓર્ડર આવ્યો હતો અને જેટલીજી તો મોદીજીની દરેક વાત સાંભળે છે. અઢી વર્ષ સુધી મૌન બેસી રહ્યા, અઢી વર્ષ સુધી રહસ્ય બનાવી રાખ્યુ. સંસદમાં ચર્ચા પણ થઈ પરંતુ જેટલીજીએ ક્યાંય પણમ ઉલ્લેખ કર્યો નહિ? ધરપકડની નોટિસને ઈન્ફોર્મ નોટિસમાં કોણે બદલી? આ કામ તે જ કરી શકે જે સીબીઆઈને કંટ્રોલ કરે છે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X