‘નાળામાંથી ગેસ કાઢો અને પકોડા બનાવો આ છે મોદીજીની રોજગાર નીતિ': રાહુલ
કર્ણાટકના બીદરમાં સોમવારે એક જનસભાને સંબોધિત કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ.
કર્ણાટકના બીદરમાં સોમવારે એક જનસભાને સંબોધિત કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ. પીએમ મોદીના ગેસવાળા નિવેદન પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીજીનું રોજગાર મોડેલ એ છે કે યુવાનો પકોડા બનાવે અને તેના માટે ઈંધણ વ્યવસ્થા નાળાના ગેસમાંથી કરે. તમને જણાવી દઈએ કે એક ઈનોવેશન કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ એક ઉદાહરણ આપ્યુ હતુ કે એક ચા વાળાએ નાળામાં પાઈપ નાખીને તેના ગેસથી ચા બનાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યુ કે કર્ણાટક પાછા આવીને આજે મને ખૂબ ખુશી થઈ રહી છે. પીએમ મોદીએ દેશના કરોડો યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યુ હતુ. પરંતુ હવે સલાહ આપી રહ્યા છે કે નાળામાં પાઈપ લગાવીને ગેસ કાઢો અને ઢાબા પર પકોડા બનાવો. આ નરેન્દ્ર મોદીજીની યુવાનોને રોજગાર આપવાની રણનીતિ છે. ચૂંટણીમાં અમે કહ્યુ હતુ કે કર્ણાટકમાં જેવી કોંગ્રેસની સરકાર આવશે અમારુ પહેલુ કામ ખેડૂતોનુ દેવુ માફ કરવાનું હશે. જે અમે કીધુ હતુ તે અમે કર્યુ.

પીએમ હિંદુસ્તાનના ખેડૂતોનું દેવુ અડધુ કરીને બતાવે
નરેન્દ્ર મોદીજી ખેડુતોનું દેવુ માફ નથી કરી શકતા. હું મોદીજીને પડકાર આપુ છુ કે કર્ણાટકની સરકારે ખેડૂતોનું દેવુ માફ કર્યુ. તેનુ અડધુ દેવુ હિંદુસ્તાનના ખેડૂતોનું કરીને બતાવે. મોદીજી એમએસપી વધારવાની વાત કરે છે અને કહે છે કે આખા દેશમાં 10 હજાર કરોડ રૂપિયા એમએસપી વધારી. તેનાથી ત્રણ ગણુ વધારે કર્ણાટકની સરકારે દેવુ માફ કરીને બતાવ્યુ.

મોદીજીએ રાફેલ મામલે ભ્રષ્ટાચાર કર્યો છે
રાહુલ ગાંધીએ કહ્યુ કે આખા દેશમાં ખેડૂતો આત્મહત્યા કરે છે પરંતુ પ્રધાનમંત્રીજીને તેનાથી કોઈ ફરક પડતો નથી. રાફેલ મુદ્દે ઘેરતા રાહુલે કહ્યુ કે સંસદમાં આખા દેશને મે સમજાવ્યુ કે નરેન્દ્ર મોદીજીએ રાફેલ મામલે ભ્રષ્ટાચાર કર્યો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ મને જણાવ્યુ કે રાફેલ હવાઈ જહાજનો ભાવ સિક્રેટ એક્ટમાં નથી આવતો. જો હિંદુસ્તાનની સરકાર ઈચ્છે તો ભાવ જણાવી શકે છે. નિર્મલા સીતારમણ ખોટુ બોલી રહ્યા છે.

મોદીજીએ તમારા પૈસા ચોરી કરીને અનિલ અંબાણીને આપ્યા
રાહુલે આરોપ લગાવતા કહ્યુ કે ચોકીદાર હવે ભાગીદાર છે. નરેન્દ્ર મોદીજીએ તમારા પૈસા ચોરી કરીને અનિલ અંબાણીને આપ્યા છે. પ્રધાનમંત્રી સાથે ફ્રાંસના ડેલિગેશનમાં અનિલ અંબાણ હતા. નરેન્દ્ર મોદીજીએ યુવાનો પાસેથી રોજગાર છીનવીને અનિલ અંબાણીને આપ્યો. એક તરફ મોદીજી અઢી લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરે છે અને બીજી તરફ સામાન્ય જનતાને કહે છે કે લાઈમાં ઉભા રહી જાવ હું નોટબંધી કરવાનો છું.

નરેન્દ્ર મોદીના વિઝનમાં પૂરેપૂરો ફાયદો 15-20 લોકોનો છે
જીએસટીના મુદ્દે હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે 2019 માં જેવી કોંગ્રેસની સરકાર આવશે અમે ગબ્બરસિંહ ટેક્સને જીએસટીમાં બદલી દઈશુ. તમને એક ટેક્સ આપીશુ. આ હિંદુસ્તાનના પ્રધાનમંત્રી નથી. તે 15-20 સૌથી મોટા લોકોના પ્રધાનમંત્રી છે. નરેન્દ્ર મોદીના વિઝનમાં પૂરેપૂરો ફાયદો 15-20 લોકોનો છે. દેશના યુવાનોને પકોડા બનાવવાના છે. જો ગેસ જોઈએ તો નાળામાંથી પાઈપ કાઢીને પકોડા બનાવો. નરેન્દ્ર મોદીજી નવુ સૂત્ર લાવ્યા હતા ‘બેટી બચાવો, બેટી પઢાવો' પરંતુ મોદીજીએ એ નહોતુ જણાવ્યુ કે કોનાથી બચાવો. પ્રધાનમંત્રી ભાજપના નેતાઓને બચાવવામાં લાગ્યા છે.












Click it and Unblock the Notifications
