For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પછી તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓના નિવેદનો પણ આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓના નિવેદનો પણ આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે પહેલા નારો હતો કે અચ્છે દિન આયેંગે પરંતુ હવે નારો છે કે ચોકીદાર ચોર છે. મહારાષ્ટ્રના નાગપુરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મજૂરોના ઘરની સામે ક્યારેય ચોકીદાર દેખાતો નથી, જયારે અંબાણીના ઘરની સામે હજારો ચોકીદાર છે. જે પૈસા ચોરી કર્યા છે તેની ચોકીદારી કરવા માટે ઘણા ચોકીદારો છે.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી પછી ખબર પડી જશે કે ચોકીદાર ચોર છે અને તેને કોઈ નાની ચોરી નથી કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પછી જાંચ થશે અને ચોકીદાર જેલમાં જશે. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે. તેઓ પીએમ મોદી પર સતત રાફેલ ડીલ અંગે નિશાનો સાંધી રહ્યા છે. જે રીતે રાહુલ ગાંધી સતત ચોકીદાર ચોર નારો લગાવી રહ્યા છે, તેના પર વળતો પ્રહાર કરતા પીએમ મોદી અને ભાજપાએ મેં ભી ચોકીદાર અભિયાન શરુ કર્યું છે.

આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી આ વખતે ઉત્તરપ્રદેશની અમેઠી અને કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે વાયનાડથી પોતાની નામાંકન દાખલ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી હાજર હતા. એટલું જ નહીં પરંતુ બીજા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અમેઠીથી 10 એપ્રિલે પોતાનું નામાંકન દાખલ કરશે. જે રીતે રાહુલ ગાંધીએ અમેઠી સાથે વાયનાડથી નામાંકન દાખલ કર્યું છે તેના પર સ્મૃતિ ઈરાનીએ પ્રહાર કરતા કહ્યું છે કે હું વાયનાડના લોકોને સચેત કરવા માંગુ છું કે જે લોકો રાહુલ ગાંધીને સાંસદ તરીકે જોવા માંગે છે, તેમને અમેઠીની બદહાલીને પણ આવીને જોવી જોઈએ.

આ પણ વાંચો: જાણો, રાહુલ ગાંધી પાસે કેટલી સંપત્તિ છે, મા સોનિયા ગાંધી પાસેથી લઈ રાખી છે લોન

English summary
Rahul Gandhi says there will be an enquiry and chowkidaar wil go to jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X