રાહુલ ગાંધીએ હવે મહિલાઓના કપડાં વિશે એવુ કહ્યુ કે, 'છોકરીઓ શું પહેરે છે, એ તે...
Rahul Gandhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો ન્યાય યાત્રા માટે ઉત્તર પ્રદેશમાં છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ અલીગઢ યુનિવર્સિટી (AMU)માં મહિલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. જ્યાં તેમણે યુવતીઓના કપડા પર ટિપ્પણી કરી હતી.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષણ, અધિકારો અને અભિવ્યક્તિ જેવા મુદ્દાઓ પર પણ વાત કરી હતી. આ દરમિયાન હિજાબ પહેરેલ એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને પૂછ્યું કે, જો તેઓ ભવિષ્યમાં દેશના વડાપ્રધાન બનશે તો હિજાબ પહેરેલી મહિલાઓ વિશે તેઓ શું વિચારશે?

તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'હું હંમેશાથી માનતો આવ્યો છું કે મહિલાઓ જે પહેરવા માંગે છે તે પહેરી શકે છે. તેમની પાસે સંપૂર્ણ અધિકારો અને સત્તા છે. તે સંપૂર્ણપણે સ્ત્રીઓ પર નિર્ભર કરે છે કે તેઓ શું પહેરવા માંગે છે.
આ વીડિયોને શેર કરતા યૂથ કોંગ્રેસે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "હિજાબ, હૉસ્ટેલ અને હિસ્સેદારી!" અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ, અધિકારો અને અભિવ્યક્તિને લઈને રસપ્રદ ચર્ચા થઈ. ભારતની મહિલાઓને તેમના આર્થિક, સામાજિક અને રાજકીય અધિકારો અને પ્રગતિશીલ ભારતની જરૂરિયાતથી વાકેફ કરીને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાની આપણી ફરજ છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં રાજસ્થાનમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓના હિજાબ પહેરવાને લઈને વિવાદ થયો હતો. રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન મદન દિલાવરે જ્યાં પણ ડ્રેસ કોડનું પાલન કરવામાં નહીં આવે ત્યાં કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ગૃહ રાજ્ય મંત્રી જવાહર સિંહ બેધમે કહ્યું કે વિદ્યાર્થીઓએ "ઉટપટાંગ (જેવા-તેવા)કપડાં" પહેરીને શાળામાં આવવું જોઈએ નહીં.
આ પહેલા ભાજપના ધારાસભ્ય હવા મહેલ અને બાલમુકુંદ આચાર્યએ સરકારી શાળામાં છોકરીઓના હિજાબ પહેરવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે કેબિનેટ મંત્રી કિરોરી લાલ મીણાએ કહ્યું હતું કે તેઓ હિજાબ પર પ્રતિબંધ મૂકવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા સાથે વાત કરશે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ માટે સંમત થવું પડશે.












Click it and Unblock the Notifications
