For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માછીમારો સાથે રાહુલ ગાંધીએ પકડી માછલી, સમુદ્રમાં લગાવી ડૂબકી, વીડિયો વાયરલ

રાહુલ ગાંધીએ બુધવારે માછીમારો સાથે ઘણો સમય પસાર કર્યો. કોલ્લમમાં માછીમારો સાથે સમુદ્રમાં માછલી પકડવા ગયા. જુઓ વીડિયો.

|
Google Oneindia Gujarati News

ત્રિવેન્દ્રમઃ રાહુલ ગાંધીનો કેરળ પ્રવાસ હાલમાં ચર્ચાનો વિષય બનેલો છે. પોતાના એક નિવેદનના કારણે વિરોધીઓના નિશાના પર આવેલા રાહુલ ગાંધીએ બુધવારે માછીમારો સાથે ઘણો સમય પસાર કર્યો. રાહુલ ગાંધીએ કાલે કોલ્મમાં માછીમારો સાથે સમુદ્રમાં માછલી પકડવા ગયા અને તેમણે આશ્વસ્ત કર્યા કે કોંગ્રેસ પાર્ટી તેમની જરૂરિયાતોને ચૂંટણી ઘોષણાપત્રમાં શામેલ કરશે. વળી, તેઓ સમુદ્રમાં માછીમારો સાથે ડૂબકી લગાવતા પણ દેખાયા. રાહુલ ગાંધીના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ચર્ચાનો વિષય બનેલા છે.

માછીમારો સાથે રાહુલ ગાંધીએ પકડી માછલી

માછીમારો સાથે રાહુલ ગાંધીએ પકડી માછલી

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી માછીમારો સાથે તેમની નાવમાં બેસીને સમુદ્રમાં પણ ગયા. તેમણે પોતાની યાત્રા સવારે લગભગ સાડા ચાર વાગે વાડી તટેથી શરૂ કરી હતી. તેમણે સમુદ્રમાં માછલી પકડવાની જાળ ફેંકી અને સમુદ્ર તટે ઉભલા લોકો સાથે વાતચીત પણ કરી.

રાહુલ ગાંધીને જોઈને માછીમારો ખૂબ ખુશ થયા

રાહુલ ગાંધીને જોઈને માછીમારો ખૂબ ખુશ થયા

કોંગ્રેસના લોકપ્રિય નેતાને મળીને ત્યાંના માછીમારો ઘણા ખુશ દેખાયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે પાર્ટીના આગામી વિધાનસભા ચૂંટણી ઘોષણાપત્રમાં માછીમારોની માંગોને શામેલ કરવામાં આવશે અને તેને પૂરી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યુ કે કોઈ પણ પાર્ટી દિલ્લીમાં તમારા લોકોની વાત નથી કરતી. માછીમારોની સરખામણી ખેડૂતો સાથે કરીને તેમણે કહ્યુ કે જે રીતે ખેડૂતો પોતાના ખેતરમાં અનાજ ઉગાડે છે તેમ તમે પણ સમુદ્રમાં ખેતી કરો છો.

નીરવ મોદી કેસમાં યુકેની અદાલતમાં આજે થશે સુનાવણીનીરવ મોદી કેસમાં યુકેની અદાલતમાં આજે થશે સુનાવણી

કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે તમારી સાથે છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે તમારી સાથે છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યુ કે હું તમને વચન આપુ છુ કે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે તમારી સાથે છે અને તમારા વિકાસ માટે કામ કરશે. તેમણે કહ્યુ કે કેરળમાં માછીમારો, કોંગ્રેસ પાર્ટી અને યુડીએફ આવતા બે-ત્રણ સપ્તાહમાં વાતચીત કરે. રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં માછીમારો માટે સમર્પિત મંત્રાલય બનાવવાની દિશામાં હું કામ કરવા માંગુ છુ. હું તમારા કામને સમજુ છુ, તમારી મુશ્કેલીઓ જાણુ છુ અને તમારા લોકોનો પ્રશંસક છુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે ઘણી વાર એવુ બને છે કે આપણે માછલી ખાઈએ છીએ પરંતુ એ ખબર નથી હોતી કે તે કઈ રીતે આપણી પ્લેટ સુધી પહોંચી છે. હું વચન આપુ છુ કે કોંગ્રેસ પાર્ટી તમને આગળ વધવામાં મદદ કરશે અને તમારા હિતોની રક્ષા માટે કામ કરશે. નીચે જુઓ રાહુલ ગાંધીનો સમુદ્રમાં ડૂબકી લગાવતો વીડિયો.

English summary
Rahul Gandhi took a dip in the sea with fishermen in Kollam, See video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X