For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મજૂરો મૃત્યુ સામે લડી રહ્યા છે અને મોદીજી બ્રિજ પર ફોટા પડાવવામાં વ્યસ્ત છેઃ રાહુલ ગાંધી

મજૂરો મૃત્યુ સામે લડી રહ્યા છે, મોદીજી ફોટા પડાવે છેઃ રાહુલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મેઘાલયની એક કોલસા ખાણમાં ફસાયેલ 15 મજૂરોની જિંદગી પર સતત સંકટના વાદળાં મંડરાઈ રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખાણમાં ફસાયેલ શ્રમિકોને બચાવવા માટે પીએમ મોદીને અપીલ કરતાં મોદી પર હુમલો બોલ્યો છે. મેઘાલયના જયંતિયા હિલ્સમાં કોલસા ખાણમાં 15 મજૂરો ફસાયા છે. જેના પર રાહુલની સાથોસાથ કોંગ્રેસ પાર્ટીએ પણ ભાજપ પર બુમલો બોલ્યો છે. રાહુલે સરકારની લાપરવાહીને લઈ આકરા પ્રહાર કર્યા છે. બીજી બાજુ મજૂરોને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલ રેસ્ક્યૂ ઓપરેશન પણ રોકી દેવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીનો પ્રહાર

રાહુલ ગાંધીનો પ્રહાર

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે , 15 મજૂરો પૂરને કારણે છેલ્લા 2 અઠવાડિયાથી કોલસાની ખાણમાં ફસાયેલ છે. જે સમયે પીએમ મોદી બોગીબીલ પુલનું ઉદ્ધાટન કરીને કેમેરામાં પોઝ આપી રહ્યા હતા, ત્યારે એમની સરકારે બચાવ કાર્ય માટે વધુ પ્રેશર વાળા પંપની વ્યવસ્થા કરવાની ના પાડી દીધી હતી. પીએમ મોદી કૃપિયા મજૂરોને બચાવી લો.

સુરજેવાલાએ પણ પ્રહાર કર્યો

સુરજેવાલાએ પણ પ્રહાર કર્યો

જ્યારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું, 11 દિવસથી 15 મજૂરો મેઘાલયના જયંતિયા હિલ્સમાં મુશ્કેલ હાલાતમાં ફસાયેલ છે. પાણી કાઢવાનું કામ તત્કાળ તેજ કરવું જોઈએ. દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. પરંતુ મોદી સરકાર તરફથી મોડેથી પ્રતિક્રિયા કરવામાં આવી. મજૂરોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.

શું છે ઘટના

શું છે ઘટના

જણાવી દઈએ કે 13 ડિસેમ્બરે કોલસાની ખાણમાં થયેલ અચાનક ભૂસ્ખલનથી 15 મજૂરો ફસાઈ ગયા હતા, જેમને હજુ સુધી કાઢી શકાયા નથી. એનડીઆરએફ તરફથી પર્યાપ્ત સામાન ન હોવાની વાત કહેવામાં આવી છે. જેને પગલે ખાણમાં ફસાયેલ 15 લોકોને બચાવવાનું કાર્ય સોમવારે અસ્થિર રીતે રોકી દેવામાં આવ્યું છે. જ્યારે સામાજિક કાર્યકર્તા સંજોય હજારિકાએ આરોપ લગાવ્યો છે કે આ સંકટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારની પોલ ખોલી નાખી છે. એનડીઆરએફ રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને એકલી છોડીને ચાલી ગઈ છે.

મત ન મળતાં હોવા છતાં અમે ભેદભાવ નથી રાખતાઃ વિજય રૂપાણીમત ન મળતાં હોવા છતાં અમે ભેદભાવ નથી રાખતાઃ વિજય રૂપાણી

English summary
Rahul Gandhi urges PM Modi, Stop posing for cameras, help miners trapped in Meghalaya coal mine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X