રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી, બોલ્યા- સચ્ચાઇ માટે કોઇ પણ કિંમત ચુકવવા તૈયાર
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આખરે શનિવારે નવી દિલ્હીમાં 12 તુગલક લેન ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું. સત્તાવાર બંગલો ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય બોલવા માટે તેઓ કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.
હું ભારતના લોકોનો આભાર માનું છું, જેમણે મને 19 વર્ષ સુધી આ ઘર આપ્યું. 10, જનપથ (સોનિયા ગાંધીના નિવાસસ્થાન) પર થોડો સમય રોકાશે, મુદ્દા ઉઠાવતા રહીશું.

માનહાનિના એક કેસમાં સુરતની એક કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા અને તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા બાદ જગ્યા ખાલી કરવી પડી હતી. આ બંગલો લોકસભા સચિવાલયને સોંપવામાં આવ્યો છે. 14 એપ્રિલે જ રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધીના નિવાસસ્થાને કેટલીક ઘરવપરાશની વસ્તુઓ શિફ્ટ કરી હતી.
VIDEO | "People of India gave this house to me for 19 years and I want to thank them. This is the price for speaking the truth and I am ready to pay that price," says Congress leader Rahul Gandhi after leaving his official residence in Delhi following his disqualification as MP. pic.twitter.com/Hy8rjvQSPb
— Press Trust of India (@PTI_News) April 22, 2023
ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીના બંગલાની ચાવી લોકસભા સચિવાલયને સોંપતી વખતે કોંગ્રેસ મહાસચિવ અને બહેન પ્રિયંકા ગાંધી અને માતા સોનિયા ગાંધી હાજર હતા. પ્રિયંકાએ કહ્યું કે ભાઈએ સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો તેથી તેની સાથે આ બધું થઈ રહ્યું છે. તે ખૂબ બહાદુર છે, હું ભાઈ સાથે છું.
શું છે મામલો?
2019ની લોકસભા ચૂંટણીમાં વાયનાડથી લોકસભા ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચેલા રાહુલ ગાંધીને 23 માર્ચે સુરતની કોર્ટે માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જે બાદ તેને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેના કારણે તેઓ સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા હતા. આવી સ્થિતિમાં, લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં સત્તાવાર બંગલો ખાલી કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
