આ સીટથી લોકસભા ચૂંટણી લડશે રાહુલ ગાંધી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય

રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી ક્યાંથી લડશે તેને લઈને નિર્ણય થઈ ગયો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભા બેઠક નક્કી કરવામાં આવી છે.

Rahul Gandhi

કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધીનું નામ સામેલ હશે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ફરી એકવાર ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યાં. સીઈસીની બેઠકમાં વિવિધ સ્ક્રીનીંગ કમિટીઓ દ્વારા મોકલવામાં આવેલા નામોમાંથી ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવે છે.

કોંગ્રેસની પ્રથમ યાદીમાં છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, કેરળ, લક્ષદ્વીપ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ અને મણિપુરની 60 સીટો પર નામ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.

તેલંગાણા અને કેરળ માટે સીઈસીની બેઠક પૂરી થઈ ગઈ છે અને બાકીના રાજ્યો માટે બેઠક હજુ ચાલુ છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની આગેવાની હેઠળની કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ડ્રાફ્ટ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે.

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. અમેઠી બેઠક પર તેમને વર્તમાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને રાહુલ ગાંધીએ વાયનાડ સીટ જીતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X