રાહુલ ગાંધી 29 જૂને મણિપુરની મુલાકાતે જશે, રાહત છાવણીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે
મણિપુરની સ્થાનિક બીજેપી સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નબળી નીતિને કારણે રાજ્યમાં સતત હિંસા થઈ રહી છે. મોદી સરકારની નિષ્ફળતા બાદ હવે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી 29 જૂને મણિપુરના પ્રવાસે જઈ રહ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધી 29-30 જૂને મણિપુર જશે. તે રાહત શિબિરોની મુલાકાત લેશે અને ઇમ્ફાલ અને ચુરાચંદપુરમાં નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે રાહુલ ગાંધી આ પહેલા મણિપુર હિંસા અંગે સતત બીજેપી પર પ્રહાર કરી રહ્યા છે. બીજેપી પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવું જોઈએ. બીજેપીની નફરતની રાજનીતિએ મણિપુરને સળગાવી રાખ્યું છે.
રાહુલ ગાંધીએ મણિપુર હિંસા પર વડાપ્રધાનની પ્રતિક્રિયાને નિરાશાજનક ગણાવી છે અને પીએમ મોદી પર આ મુદ્દે મૌન રહેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, બીજેપીની નફરતની રાજનીતિએ મણિપુરને 40 દિવસથી વધુ સમય સુધી સળગતું રાખ્યું છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું ક, પીએમ ભારતને નિષ્ફળ કરી ચૂક્યા છે અને સંપૂર્ણપણે મૌન છે. હિંસાના આ ચક્રને સમાપ્ત કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ રાજ્યમાં મોકલવું જોઈએ. ચાલો આ નફરતનું બજાર બંધ કરીએ અને મણિપુરમાં દરેક હૃદયમાં પ્રેમની દુકાન ખોલીએ.
અહીં તમને જણાવી દઈએ કે, મણિપુરમાં આદિવાસીઓને લઈને કેટલાક ખાસ કાયદા છે, જેના હેઠળ તેઓ પહાડી વિસ્તારોમાં રહી શકે છે. બીજી મેતૈઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો ન મળવાને કારણે તે ડુંગરાળ વિસ્તારોમાં સ્થાયી થઈ શકતા નથી. જેના માટે મેતૈઇ સમાજ પોતાને અનુસૂચિત જાતિનો દરજ્જો મેળવવા માંગ કરી રહ્યો છે.
3 મેના રાજ્યમાં મેતૈઇ અને કુકી સમુદાયોમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગને લઈને હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે.












Click it and Unblock the Notifications
