18 વર્ષ નાની વિદેશી મોડલ સાથે રાહુલ મહાજને કર્યા ત્રીજા લગ્ન

ભાજપના ભૂતપૂર્વ નેતા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજન પોતાની પર્સનલ લાઈફ માટે ફરીથી ચર્ચામાં છે કારણકે તેમણે ત્રીજી વાર લગ્ન કર્યા છે અને આ વખતે તેમની પત્ની દેશી નહિ પરંતુ વિદેશી છે.

એક વાર ફરીથી ભાજપના ભૂતપૂર્વ નેતા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજન પોતાની પર્સનલ લાઈફ માટે ફરીથી ચર્ચામાં છે કારણકે તેમણે ત્રીજી વાર લગ્ન કર્યા છે અને આ વખતે તેમની પત્ની દેશી નહિ પરંતુ વિદેશી છે. પોતાના બે અસફળ લગ્ન બાદ રાહુલે કઝાકિસ્તાનની મોડલ નતાલ્યા ઈલિનાને પોતાની જીવનસાથી પસંદ કરી છે. બંને એકબીજાને દોઢ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. બંનેના લગ્ન મંગળવારે માલાબાર હિલ્સના એક મંદિરમાં થયા છે જેનાં માત્ર પરિવારના લોકો જ શામેલ થયા હતા.

રાહુલ મહાજને કર્યા ત્રીજા લગ્ન

રાહુલ મહાજને કર્યા ત્રીજા લગ્ન

તમને જણાવી દઈએ કે રાહુલ અને નતાલ્યાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. ગયા મહિને જ રાહુલે નતાલ્યાને પ્રપોઝ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલના પહેલા લગ્ન પાયલટ શ્વેતા સિંહ સાથે થયા હતા. ત્યારબાદ તેમણે રિયાલિટી શો દ્વારા ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા.

એકલતા સહન નહોતી થતી

એકલતા સહન નહોતી થતી

લગ્ન વિશે રાહુલે કહ્યુ કે છેલ્લા ઘણા દિવસોથી એકલો ફિલ કરી રહ્યો હતો. એકલતા સહન નહોતી થતી અને નતાલ્યામાં મને પોતાની સાથી દેખાતી હતી એટલા માટે મે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. નતાલ્યા અને હું એકબીજાને ખૂબ સારી રીતે સમજી ચૂક્યા છે, તે પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે અને તેને જે કરવુ છે તેમાં હું તેનો સાથ આપીશ. ફેમિલી લાઈફ માટે દિમાગની શાંતિ સૌથી વધુ જરૂરી છે.

રાહુલથી 18 વર્ષ નાની છે ત્રીજી પત્ની

રાહુલથી 18 વર્ષ નાની છે ત્રીજી પત્ની

નતાલ્યા 25 વર્ષની છે, રાહુલની ઉંમર 43 વર્ષ છે, બંને વચ્ચે 18 વર્ષનું અંતર છે. જેના વિશે રાહુલ મહાજને કહ્યુ કે અમે સાથે ઘણા સારા દેખાઈએ છીએ. હું 6'2" અને તે 5'10" ની છે. રાહુલની બંને પત્નીઓએ આ પહેલા રાહુલ પર શોષણ અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. પહેલી પત્નીએ તો રાહુલને માનસિક રીતે બિમાર કહ્યો હતો. વળી, રિયાલિટી શોમાં રાહુલ સાથે પ્રેમ કરનારી ડિમ્પીએ તો કહ્યુ હતુ કે રાહુલે તેની જિંદગીને નરક બનાવી દીધી હતી. ડિમ્પીએ રાહુલ સામે ફરિયાદ પણ નોંધાવી હતી.

પ્રેમ, લગ્ન અને છૂટાછેડા....એ પણ બે વાર...

પ્રેમ, લગ્ન અને છૂટાછેડા....એ પણ બે વાર...

તમને જણાવી દઈએ કે વર્ષ 2010માં એક ટીવી રિયાલિટી શો રાહુ દુલ્હનિયા લે જાયેગા દ્વારા રાહુલે ડિમ્પી સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પી રાહુલની બીજી પત્ની હતી જ્યારે તે પહેલા વર્ષ 2008માં રાહુલના પત્ની શ્વેતા સિંહ સાથે છૂટાછેડા થઈ ચૂક્યા હતા. રાહુલનો અફેર આ પહેલા મોડલ અને ટીવી એક્ટ્રેસ પાયલ રોહતગી સાથે પણ રહી ચૂક્યો છે. પાયલે પણ રાહુલ પર આ પ્રકારના આરોપ લગાવ્યા હતા અને આના કારણે બંનેનું બ્રેક અપ થયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X