For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ જણાવે, કોંગ્રેસ કેમ ઊભો નથી કરી શકી દલિત નેતા: આઝમ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 11 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશની સત્તારૂઢ સમાજવાદી પાર્ટીની સરકારના કદ્દાવર નેતા અને કેબિનેટ મંત્રી આઝમ ખાને ગુરુવારે જણાવ્યું કે કોંગ્રેસ દેશની આઝાદી બાદ અત્યાર સુધી કોઇ દલિત નેતા શા માટે ઊભો નથી કરી શકી, આનો પણ જવાબ રાહુલ ગાંધીએ આપવો જોઇએ. આઝમે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા.

તેમણે જણાવ્યું કે સાચેજ દેશની આઝાદીમાં સૌથી મોટું યોગદાન કોંગ્રેસનું જ રહ્યું છે, પરંતુ આઝાદીના આટાલા વર્ષો બાદ કોંગ્રેસ કોઇ દલિત નેતા શા માટે આગળ લાવી શકી નથી. આઝમે જણાવ્યું કે રાહુલ દેશના સૌથી મોટા રાજનૈતિક પરિવારમાંથી આવે છે, જેણે દેશમાં સૌથી વધારે સમયસુધી રાજ કર્યું છે. તેમણે દેશને એ પણ જણાવવવું જોઇએ કે તેમની પાર્ટી આજ સુધી કોઇ દલિત નેતા શા માટે પ્રોજેક્ટ કરી શકી નથી.

rahul gandhi
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કેટલાક દિવસો પહેલા જ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં લાખો દલિત નેતાઓની જરૂરિયાત છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે માયાવતી કોઇ દલિત નેતાને આગળ આવવા નથી દેતી.

મુઝફ્ફરનગર હિંસા બાદ સ્ટિંગ ઑપરેશનમાં થયેલી તપાસ બાદ કેટલાંક તથ્યો સામે આવવા પર સરકાર દ્વારા ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયાના મામલામાં કોર્ટ દ્વારા મોકલવામાં આવેલ નોટિસ અંગે આઝમ ખાને જણાવ્યું કે 'આ મામલો કોર્ટ સમક્ષ સુનવણી માટે પડેલો છે, માટે જે કંઇ કહીશ તે કોર્ટમાં જ કહીશ.'

બીજેપીએ પણ કર્યા પ્રહાર
બીજેપી નેતા વેંકૈયા નાયડૂએ પણ જણાવ્યું હતું કે આઝાદીના 67 વર્ષોમાંથી 57 વર્ષ તો કોંગ્રેસે રાજ કર્યું અને હવે તેઓ દલિત અને મુસ્લિમોને આગળ નથી આવવા દેવાતા એવું ગાણું ગાય છે. કોંગ્રેસે બીજી પાર્ટી પર બ્લેમ કરવાનું બંધ કરવું જોઇએ.

English summary
Rahul should stop blaming others for plight of Dalits: BJP and SP slam on Rahul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X