રાહુલ ગાંધી 'ભ્રમિત' અને 'મોદીભય'થી વ્યથિત છે: ભાજપ

rahul-gandhi-speech
નવી દિલ્હી, 4 એપ્રિલ: ભાજપાએ ભારતીય ઉદ્યોગ પરિસંઘના સંમેલનમાં ગુરૂવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણ પર કહ્યું હતું કે 'ભ્રમિત નેતા' અને 'મોદીભય'થી વ્યથિત જોવા મળે છે.

પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે અહીં કહ્યું હતું કે એક ભ્રમિત નેતાએ પોતાની ભ્રમિત વિચારધારાને રજૂ કરી જેને કોઇ સમજી શક્યું નહી. તેમની વાતોમાં 'મોદીભય' સ્પષ્ટ પણે જોવા મળતો હતો. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધીનું ભાષણ દર્શાવે છે કે તે પોતાની દુનિયામાં જ રહે છે. તેમને એ વાતનો જવાબ આપવાનો હતો કે યુપીએના સરકાર નવ વર્ષના શાસનમાં શું થયું પરંતુ તેમના ભાષણમાં ભ્રષ્ટાચાર કે મોંઘવારીનો કોઇ ઉલ્લેખ થયો નથી. જવાબ આપવાના બદલે પ્રશ્નો કરતાં રહ્યાં છે. આ એક પ્રકારે એ વાતાની સ્વિકારોક્તિ છે કે આટલા વર્ષોમાં કશું જ કર્યું નથી.

ભાજપની અન્ય પ્રવક્તા નિર્મલા સીતારમણે કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસની યુપીએ સરકારમાં રાહુલ ગાંધીના વિચારોને હજુ સુધી કેમ લાગું કર્યા નથી. તેમને કહ્યું હતું કે તે હેરાન છે કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં આટલા સારા વિચારો વ્યક્ત કર્યા પરંતુ તેમની પાર્ટીની સરકાર તે વિચારોને કેમ લાગૂ કરતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X