રેલવે ટૂંક સમયમાં રેલવે નૂર અને મુસાફરી ભાડા વધારશે

નવી દિલ્હી, 4 ઓક્ટોબર : મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાએ આગામી સમયમાં તેમના બજેટમાં બોજો વધે તે માટે તૈયારી રાખશે. ભારતીય રેલવે ટૂંક સમયમાં રેલવે નૂર અને મુસાફરી ભાડામાં વધારો કરી શકે એમ છે. આ બાબતે રેલવે પ્રધાન મલ્લિકાર્જુન ખર્ગેએ જણાવ્યું હતું કે રેલવેનાં ભાડાંમાં વધારો કરવાની દરખાસ્ત ચકાસણી હેઠળ છે. રેલવે ભાડામાં વધારા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

ખર્ગેએ વધુમાં જણાવ્યું કે 'બજેટમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોમ્પોનન્ટ (એફએસી)ની જાહેરાત કરવામાં આવી હતી અને બજેટની દરખાસ્તનો પહેલી ઑક્ટોબરથી અમલ થવો જોઈએ. એફએસી દરખાસ્ત ધરાવતી ફાઈલ મારી પાસે આવી છે અને હું તેની તપાસ કરી રહ્યો છું, આ બાબતનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે'.

indian-rail

એક સમારંભમાંથી પરત ફરતા પત્રકારોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું કે પેસેન્જર સેગમેન્ટમાં થયેલા નુકસાનમાં ઘટાડો કરવા માટે નજીકના ભવિષ્યમાં પેસેન્જર અને નૂરનાં ભાડાંમાં એફએસી સંબંધી પુનરાવલોકન કરાશે. હું તપાસી રહ્યો છું. જેવા અમે કોઈ નિર્ણય પર આવીશું તેવા જ અમે કોઈ નિર્ણય કરીશું.

બજેટના પ્રસ્તાવ અનુસાર બળતણના ઘટક (ફ્યુઅલ કોમ્પોનન્ટ)ને ટેરિફથી એફએસી તરીકે નોખું પાડી દેવામાં આવ્યું છે. થનારા ખર્ચ અને બજારની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને રેલવે દર છ મહિને પેસેન્જર અને નૂરનાં ભાડાંમાં સુધારો કરે એવી ધારણા છે. બળતણના ભાવમાં અને સમગ્ર સંચાલનના ખર્ચમાં વધારો થવાને પગલે રેલવેને આવતા ત્રણ મહિના 1200 કરોડ રૂપિયાનો બોજ સહન કરવો પડશે. પેસેન્જર સેવાની ક્રોસ-સબસિડી વર્ષે 26,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

તત્કાલિન રેલવેપ્રધાન પવનકુમાર બંસલે પહેલી એપ્રિલથી માત્ર નૂરનાં ભાડાંમાં એફએસી અનુસાર પુનરાવલોકન કરવાની જાહેરાત કરી હતી. પેસેન્જર ભાડાંમાં આ વર્ષનાં જાન્યુઆરીમાં જ સુધારો કરવામાં આવ્યો હતો એટલે તેમાં કશો સુધારો કરવાનો રહેતો નથી. રેલવેએ નિર્ણય કર્યો હતો કે બળતણના ભાવમાં થયેલા 850 કરોડ રૂપિયાના વધારાનો બોજ પેસેન્જરોની કેડે નાખવો નથી અને તેનો મેળ બેસાડવામાં આવ્યો હતો. રેલેવેએ તાજેતરમાં પહેલી ઑક્ટોબરથી દરેક કૉમોડિટીઓ પર બિઝી સિઝન ચાર્જ લાગુ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X