પુર્વોત્તરમાં ભારે વરસાદને પગલે રેલ સેવા પ્રભાવિત, 24 ટ્રેનો રદ્દ કરાઈ
દિલ્હી સહિતના પુર્વોત્તરના રાજ્યોમાં વરસાદનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ વરસાદની અસર રેલ સેવાઓ પર પડી રહી છે. વરસાદને કારણે રેલ રેલ સેવાઓ ભારે પ્રભાવિત થઈ છે અને 24 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
રેલવે અનુસાર, ઘણી જગ્યાઓએ રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવા ઉપરાંત થાંભલાઓ પડી જવાને કારણે રેલવેને મોટુ નુકસાન થયુ છે. ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ માહિતી આપતા જણાવ્યુ કે, ખરાબ હવામાનને કારણે દિલ્હી-અંબાલા રૂટ પર દોડતી લગભગ 24 ટ્રેનો રદ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યુ કે, આર્થિક નુકસાનનો અંદાજ આપવો હજુ શક્ય નથી. લગભગ બે ડઝન ટ્રેનો રદ કરવામાં આવી છે અને ઘણી ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. ભારે વરસાદને કારણે રેલ્વે ટ્રેક અને થાંભલાઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.
જણાવી દઈએ કે, દિલ્હીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે સ્થિતી ગંભીર બની છે અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબમાં પણ વરસાદને કારણે સ્થિતિ ગંભીર છે.
સતત વરસાદને કારણે નદીઓમાં જળસ્તરમાં વધારો થતા પૂરની સ્થિતી સર્જાઈ છે. આ સ્થિતી જોતા ઉત્તર રેલવેએ દિલ્હી અને અંબાલા વચ્ચે ચાલતી ટ્રેનોને રદ કરી દીધી છે. જેથી કોઈ મોટું નુકસાન ન થાય. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ આ પગલું ભર્યું છે. રેલવેએ દિલ્હી-અંબાલા વચ્ચે કુલ 24 ટ્રેનો રદ કરી છે. ટ્રેન કેન્સલ થવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
