For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMD: આગલા 24 કલાકમાં આ 4 રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે

IMD: આગલા 24 કલાકમાં આ 4 રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના હવામાનમાં સતત બદલાવ ચાલી રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ ચાલી રહ્યો છે, જે કારણે ખેડૂતો પરેશાન છે, ભારતીય હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતમાં હજી વાતાવરણમાં આવી રીતે જ પરિવર્તન ચાલુ રહેશે, IMD મુજબ આગલા 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે.

આગલા 24 કલાકમાં આ 4 રાજ્યોમાં વરસાદ થઈ શકે

આગલા 24 કલાકમાં આ 4 રાજ્યોમાં વરસાદ થઈ શકે

વિભાગે કહ્યું કે આગલા 24 કલાક દરમિયાન દક્ષિણ ભારતના કેરળમાં કેટલાક સ્થળોએ જ્યારે દક્ષિણી આંતરિક કર્ણાટકમાં એક-બે જગ્યાએ હળવો વરસાદ થવાના અણસાર છે જ્યારે વરસાદ સિવાય કેટલાક રાજ્યોમાં તાપમાનમાં વધારો થવાના પણ અણસાર છે, આગલા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં દિવસમા તાપમાન વધશે અને લોકોને ગરમીનો અહેસાસ થશે.

ઉત્તરી મેદાની વિસ્તારમાં હવામાન શુષ્ક રહેશે

ઉત્તરી મેદાની વિસ્તારમાં હવામાન શુષ્ક રહેશે

જ્યારે શિમલાએ મૈદાની જિલ્લા ઉના, બિલાસપુર, હમીરપુર અને કાંગડામાં ભારે વરસાદ, હિમવર્ષા, કરા, ગાજ-વીજની ચેતવણી આપી છે જ્યારે સ્કાઈમેટ મુજબ ઉત્તરી મેદાની વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક થઈ જશે. સાથે જ તાપમાન પણ વધવા લાગશે. ઉમ્મીદ છે કે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન સપ્તાહના અંત સુધી 35 ડિગ્રીના સ્તર પર પહોંચી શકે છે.

એમપીમાં તેજ વરસાદ થઈ શકે

એમપીમાં તેજ વરસાદ થઈ શકે

એમપી, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર અને યુપીના કેટલાય વિસ્તારોમાં પણ આજે વરસાદ થવાના અણસાર છે. આઈએમડી મુજબ મધ્યપ્રદેશના શાજાપુર, ઉજ્જૈન, વિદિશા, જબલપુર, ખંડવા, ખરગોન, મંડલા, નરસિંહપુર, રાયસેન, રાજગઢ, સાગર, સીહોર, સિવની, બાલાઘાટ, બૈતૂલ, ભોપાલ, છિંદવાડા, દમોહ, દેવાસ, ધાર, ગુના, હરદા, હોશંગાબાદ, ઈન્દોરમાં તેજ વરસાદ થઈ શકે છે.

વરસાદ અને કરા પડી શકે

વરસાદ અને કરા પડી શકે

આજે અને કાલે રાજસ્થાન અને મહારાષ્ટ્રના ગોંદિયા, હિંગોલી, જલગાંવ, જાલના, કોલ્હાપુર, લલિતપુર, નાગપુર, નાંદેડ, નંદુબાર, અહમદનગર, અકોલા, અમરાવતી, ઓરંગાબાદ, બીડ, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર અને ગઢચિરૌલી વગેરે જિલ્લામાં આગલા 12 કલાકમાં વરસાદ અને કરા વૃષ્ટિ થઈ શકે છે.

PM મોદીના દેશવાસીઓને આપેલા 12 મિનિટના વીડિયો સંદેશની મહત્વની વાતોPM મોદીના દેશવાસીઓને આપેલા 12 મિનિટના વીડિયો સંદેશની મહત્વની વાતો

English summary
Rain activities will increase over Western Himalayas. Light to moderate rain and thundershower with snowfall at few places expected over Jammu and Kashmir, Ladakh, Himachal Pradesh and at isolated pockets of Uttarakhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X