For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી સહિત આ રાજ્યોમાં 72 કલાકમાં વરસી શકે ધોધમાર વરસાદ

દિલ્હી સહિત આ રાજ્યોમાં 72 કલાકમાં વરસી શકે ધોધમાર વરસાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા કેટલાય દિવસોથી હવામાનમાં સતત બદલાવ ચાલી રહ્યો છે. પાછલા અઠવાડિયે દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ અને ઠંડ વધી ગઈ છે. જ્યારે, હવામાન વિભાગે આગામી 72 કલાકમાં ભારે વરસાદ, કરા અને તોફાનને લઈ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દેહરાદૂન, ઉધમસિંહનગર, હરિદ્વાર અને નૈનીતાલમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે

પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે

હવામાન વિભાગ મુજબ 2500 મીટરથી વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. આગામી 72 કલાક એટલે કે ત્રણ દિવસ સુધી આ વિસ્તારોમાં હવામાન કંઈક આવું જ રહી શકે છે. જ્યારે સ્કાઈમેટ મુજબ આજથી લઈ આગામી ત્રણ દિવસ સુધી દેશના કેટલાય શહેરોમાં વરસાદ અને તેજ આંધી આવી શકે છે. 13 માર્ચે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના સ્થળોએ વરસાદ અને હિમપાત થઈ શકે છે. કેટલાક સ્થળો ભૂસ્ખલન અથવા હિમસ્ખલનનો પણ ખતરો છે.

ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે

ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે

જ્યારે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશણાં પણ મધ્યથી ભારે વરસાદ થવાનું અનુમાન છે. પાછલા દિવસોમાં થયેલ વરસાદ અને હિમપાતને પગલે પહાડી રાજ્યોમાં હિમસ્ખલનનો ખતરો છે. સ્કાઈમેટ મુજબ 13 અને 14 માર્ચે ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન તેજ હવાઓ પણ ચાલી શકે છે. સાથે જ ઓલાવૃષ્ટિની પણ આશંકા છે.

વરસાદ સાથે તેજ હવા ચાલશે

વરસાદ સાથે તેજ હવા ચાલશે

આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશમાં પણ મોસમ બગડી શકે છે. ઉત્તર પ્રદેશના મેરઠ, મુરાદાબાદ, અલીગઢ, સહારનપુર, બરેલી, એટા, ઈટાવા, આગરા, મથુરા, ઝાંસી, ચિત્રકૂટ, પ્રતાપગઢ ઉપરાંત અયોધ્યા, વારાણસી, મિર્જાપુર, સોનભદ્ર સહિત કેટલાય જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. વરસાદ થવાના કારણે આ જિલ્લામાં તાપમાન સામાન્યથી નીચે રહી શકે છે. જ્યારે 15 માર્ચે હવામાન ફરી એકવાર શુષ્ક થઈ શકે છે. 16 માર્ચે ગરમીમાં વધારો થઈ શકે છે. આની સાથે જ તેજ ગતિથી પશ્ચિમી હવાઓ પણ ચાલી શકે છે.

બેંગ્લોરમાં Googleના કર્મચારીને થયો કોરોનાવાઈરસ, કંપનીએ કહ્યું- ઘરેથી કામ કરોબેંગ્લોરમાં Googleના કર્મચારીને થયો કોરોનાવાઈરસ, કંપનીએ કહ્યું- ઘરેથી કામ કરો

English summary
rain alert in five states including delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X