For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે હિમવર્ષા બાદ ઠંડીમાં ગરકાવ થયું ગુજરાત!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી/અમદાવાદ, 16 ડિસેમ્બર: અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વીય વિસ્તારથી દક્ષિણ-પશ્ચિમી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વધેલા ભેજના પરિણામે ગુજરાત સહિના અન્ય રાજ્યોમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં અમદાવાદનું તાપમાન આ ઋતુમાં સૌથી નીચે 9.6 ડિગ્રી સેલ્સિયસ ચાલી ગયું છે.આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે ઉત્તરી રાજ્યોના તાપમાનમાં એકદમ ઘટાડો નોંધાયો છે.

winter
વાત જો હિમાચલ પ્રદેશની કરવામાં આવે તો મનાલીમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે 2 ડિગ્રી સેલ્સિયસ જતુ રહ્યું છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં રવિવારથી અત્યાર સુધી 29.3 સેંટીમીટર હિમવર્ષા નોંધાઇ છે. જેના પરિણામે શિમલાનું તાપમાન 0.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શિમલા, કુલ્લૂ તથા મનાલીની વચ્ચે સતત બીજા દિવસે પણ વાહન વ્યવહાર ખોરવાયેલો રહ્યો છે.

શિમલાની નજીક સ્થિત કુફરી અને નરકંડા જેવા જાણીતા પ્રવાસન સ્થળો પર છેલ્લા બે દિવસમાં જોરદાર હિમવર્ષા થઇ છે. જેના પરિણામે ઉત્તરથી દક્ષિણ તરફ ઠંડીનું મોજૂ ફરી વળ્યું છે.

cold wave
ગુજરાતમાં ઠંડીથી થથડી ઊઠ્યા લોકો...

વાત કરીએ ગુજરાતની તો અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વીય વિસ્તારથી દક્ષિણ-પશ્ચિમી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વધેલા ભેજના પરિણામે ગુજરાત સહિના અન્ય રાજ્યોમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં અમદાવાદનું તાપમાન આ ઋતુમાં સૌથી નીચે 9.6 ડિગ્રી સેલ્સિયસ ચાલી ગયું છે. જોકે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં પડે છે જેનું તાપમાન 8.4 નોંધાયું છે. જ્યારે પાટનગર ગાંધીનગર 8.5, દીવ 8.5, ડીસા 9.5, અમદાવાદ 9.6 અને રાજકોટમાં 9.7 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા ચાર દિવસમાં હજી વધારે હાડ થીજવથી ઠંડી પડવાના આગાહી છે.

taj
હિમાચલ પ્રદેશ, યુપી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ શીતલહેર..

હિમાલયમાં થયેલ ભારે હિમવર્ષાના પગલે ઉત્તરમાંથી આવનારા ભારે ઠંડા પવનોએ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધીના રાજ્યોમાં ઠંડીની અસર વર્તાવી દીધી છે. દિલ્હી, નોયડા, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્રમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા 24 કલાકમાં પડેલી ક઼ડકડાટ ઠંડીના કારણે 11 લોકોના મોત થયા છે. હજી પણ ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

English summary
Rain in north India intensifies cold waves in Gujarat, Rajsthan, Madhya Pradesh and Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X