
દિલ્હીમાં આ અઠવાડિયે થશે ધોધમાર વરસાદ, પ્રદૂષણથી રાહત પણ ઠંડી વધશે
નવી દિલ્હીઃ પાછલા કેટલાય દિવસોથી દિલ્હીમાં ઠંડીની લહેર જોવા મળી રહી છે. તાપમાન 5 ડિગ્રીથી નીચે આવી ગયું છે. હવે નવા વર્ષના પહેલા વીકેન્ડ પર વરસાદ થઈ શકે છે. આનાથી પ્રદૂષણ તો ઘટશે પરંતુ વરસાદને કારણે ઠંડી હજુ પણ વધી શકે છે. આ અઠવાડિયે સોમવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 22.2 ડિગ્રી રહ્યું જ્યારે ન્યૂનતમ તાપમાન 3.8 ડિગ્રી રહ્યું. રાજધાનીમાં સોમવારે આવેલ ન્યૂનતમ તાપમાન 4.1 ડિગ્રી, લોદી રોડ 3.6, જફરપુર 4.3 ડિગ્રી, મંગેશપુર 4.7, ગુડગાંવ 1.5 અને પૂસામાં 3.5 ડિગ્રી સેલસિયસ તાપમાન રહ્યું. આ સૌથી ઠંડાગાર વિસ્તાર હતા.
આજે એટલે કે મંગળવારે દિલ્હીનું ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી રહી શકે છે. જ્યારે બુધવારે તાપમાન 6 ડિગ્રી પર પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગની જાણકારી મુજબ શનિવારે અને રવિવારે વરસાદ થઈ શકે છે જેના કારણે તાપમાન 3થી 4 ડિગ્રી સુધી પડી શકે છે. જ્યારે આ અઠવાડિયે વરસાદ 3 એમએમ સુધી પડી શકે છે.
હવામાન વિભાગનું માનવું છે કે ઉત્તર તરફથી આવી રહેલ ઠંડી હવાના કારણે વધુ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં આનાથી જીવન અસ્તવ્યસ્ત થવાની સંભાવના છે. દિલ્હીની જનતા આ સમયે પ્રદૂષણને પગલે મરી મરીને જીવી રહી છે. એવામાં આ વરસાદ વાતાવરણમાં થોડી તાજગી લાવી શકે છે.
આ પણ વાંચો- દિલ્હી મેટ્રોમાં આજથી નવા નિયમ લાગુ, મહિલાઓને રાહત