Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હી મેટ્રોમાં આજથી નવા નિયમ લાગુ, મહિલાઓને રાહત

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને નવા વર્ષના અવસરે મહિલાઓને મોટી ભેટ આપી છે. આજથી દિલ્હી મેટ્રોની દરેક ટ્રેનનો પહેલો ડબ્બો મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવશે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને નવા વર્ષના અવસરે મહિલાઓને મોટી ભેટ આપી છે. આજથી દિલ્હી મેટ્રોની દરેક ટ્રેનનો પહેલો ડબ્બો મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને આ નિર્ણય મહિલાઓની સુરક્ષિત યાત્રા અને દરેક ટ્રેનમાં એક જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાના લક્ષ્ય સાથે રાખી છે. પરંતુ આ નિયમ રેડ લાઈનની મેટ્રોમાં નહીં લાગુ થાય. મળતી જાણકારી અનુસાર ગાઝિયાબાદ સુધી રેડ લાઈન મેટ્રો લાઈન ચાલ્યા પછી આ નિયમ તે ટ્રેનમાં પણ લાગુ કરી દેવામાં આવશે.

delhi metro

પહેલા હતી આ સુવિધા

આપણે જણાવી દઈએ કે વર્ષ 2018 સુધી મેટ્રો ટ્રેનનો પહેલો અને છેલ્લો કોચ મહિલાઓ માટે આરક્ષિત રહેતો હતો. આ સુવિધા લાઈન વન એટલે કે દિલશાદ ગાર્ડન થી રિઠાલ જતી રેડ લાઈનની મેટ્રો ટ્રેન, લાઈન 5 એટલે કે ગ્રીન લાઈન મેટ્રોમાં ઇન્દ્રલોક/કીર્તિનગરથી બ્રિગેડિયર હોશિયાર સિંહ નગર, લાઈન 6 એટલે કે વાયોલેટ લાઈન કાશ્મીરી ગેટથી રાજા નાહાર સિંહ, લાઈન 7 એટલે કે પિન્ક લાઈન, લાઈન 8 એટલે કે મજેન્ટા લાઈનમાં લાગુ હતી. આ રૂટની મેટ્રો ટ્રેનમાં પહેલો અને છેલ્લો કોચ મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નીતિન ગડકરીનો દાવોઃ આગામી 3 મહિનામાં 80%, 2020 સુધી આખી ગંગા થઈ જશે સાફ

દરેક જગ્યા પર નોટિસ હશે

સીએમઆરસી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બધી જ ટ્રેનોમાં 'ફક્ત મહિલાઓ માટે' એવું બોર્ડ લખવામાં આવ્યું છે. તેની સાથે સાથે સ્ટેશન પર તેની જાણકારી પણ આપવામાં આવી છે. સીએમઆરસી અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે લાઈન 2,3 અને ચાર ટ્રેનોમાં પહેલાથી જ પહેલો અને છેલ્લો કોચ મહિલાઓ માટે આરક્ષિત કરી દેવામાં આવ્યો હતો. તે આગળ પણ ચાલુ જ રહેશે.

આ પણ વાંચો: પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X