For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિન ગડકરીનો દાવોઃ આગામી 3 મહિનામાં 80%, 2020 સુધી આખી ગંગા થઈ જશે સાફ

ગડકરીએ કહ્યુ છે કે ગંગા આગામી 3 મહિનામાં 80 ટકા સાફ થઈ ચૂકી હશે અને માર્ચ 2020 સુધી ગંગા સંપૂર્ણપણે સાફ થઈ જશે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ છે કે ગંગાની સફાઈનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે. ગડકરીએ કહ્યુ છે કે ગંગા આગામી 3 મહિનામાં 80 ટકા સાફ થઈ ચૂકી હશે અને માર્ચ 2020 સુધી ગંગા સંપૂર્ણપણે સાફ થઈ જશે. ગડકરીએ ગુરુવારે યમુના નદીના સંરક્ષણ માટે સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલી નવ યોજનાઓના શિલાન્યાસ બાદ આ વાત કહી.

26,000 કરોડનો થઈ રહ્યો છે ખર્ચ

26,000 કરોડનો થઈ રહ્યો છે ખર્ચ

ગડકરીએ કહ્યુ કે નમામિ ગંગે યોજના લાગુ થયા બાદ ગંગાજળની ગુણવત્તામાં સુધારો થયો છે. 10-15 ટકા પૂરી થઈ ગયા છે. આગામી વર્ષે માર્ચ-એપ્રિલ સુધી ગંગા 70થી 80 ટકા સુધી સાફ થઈ જશે અને માર્ચ 2020 સુધી 100 ટકા સુધી સાફ થઈ જશે. આના માટે લગભગ 26,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

યમુનાની સફાઈ માટે 11 પ્રોજેક્ટની શરૂઆત

યમુનાની સફાઈ માટે 11 પ્રોજેક્ટની શરૂઆત

નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ દિલ્લીમાં યમુનાની સફાઈ માટે 11 પ્રોજેક્ટનો પાયો રાખ્યા બાદ દિલ્લીના વિજ્ઞાન ભવનમાં થયેલા કાર્યક્રમમાં ગડકરીએ કહ્યુ કે આ કાર્યક્રમ હેઠળ યમુના જેવી ગંગાની સહાયક નદીઓની સફાઈનું લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ. આ પ્રોજેક્ટ્સની મદદથી યમુનામાં સીવેજનું ગંદુ પાણી જવાથી રોકી શકાશે. દિલ્લી ઉપરાંત યમુનાની સફાઈ માટે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જરૂરી કોશિશો કરવામાં આવી રહી છે.

ઘણી મહત્વની ઘોષણાઓ પણ કરી ગડકરીએ

ઘણી મહત્વની ઘોષણાઓ પણ કરી ગડકરીએ

આ દરમિયાન એ પણ ઘોષણા કરવામાં આવી કે જાન્યુઆરીમાં દિલ્લીથી આગ્રા વચ્ચે એરબોટ ચલાવવામાં આવશે. તે આ જ પ્રકારની એરબોટ પ્રયાગરાજ અને વારાણસી વચ્ચે ચલાવવાની ઘોષણા પહેલા જ કરી ચૂક્યા છે. આ દરમિયાન ગડકરીએ દિલ્લીના પ્રદૂષણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી.

આ પણ વાંચોઃ 2013 બાદ પહેલી વાર પાકનું પ્રતિનિધિમંડળ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં શામેલઆ પણ વાંચોઃ 2013 બાદ પહેલી વાર પાકનું પ્રતિનિધિમંડળ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં શામેલ

English summary
Nitin Gadkari claims Ganga will be 100 precent clean by March 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X