પશ્ચિમ બંગાળમાં સાયક્લોન અમ્ફાને કર્યો એટેક, હવામાન વિભાગે આપી ચેતવણી

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન અમ્ફાને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનુ સ્વરૂપ લઈ લીધુ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન અમ્ફાને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનુ સ્વરૂપ લઈ લીધુ છે. સુપર સાયક્લોન તટીય પશ્ચિમ બંગાળના ભાગોમાં હવાઓ ઉગ્ર હોવા સાથે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ભયંકર ચક્રવાતી અમ્ફાન ઝડપથી પશ્ચિમ બંગાળના દીઘામાં પહોંચી ચૂક્યુ છે. સુપર સાયક્લોન અમ્પાન પશ્ચિંમ બંગાળના તટ તરફ બેરલ સ્વરૂપે એક અત્યંત ગંભીર રૂપ લેતી દેખાઈ રહ્યુ છે.

cyclone

હવામાન વિભાગે એલર્ટ જારી કરીને ચેતવણી આપી છે કે ચક્રવાતી તોફૈાનથી ઉત્તરી તટીય ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ પર ભારેથી અતિ ભારે વરસાદ થશે. હવામાન વિભાગે કોલકત્તા, હુગલી, હાવડા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા અને પૂર્વ મિદનાપોર જિલ્લાઓમાં વ્યાપક નુકશાન થવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ભારે વરસાદના કારણે બુધવારે મોટાપાયે ભૂસ્ખલન થવાની પણ ચેતવણી આપી છે.

હવામાન વિભાગે ઉત્તરી તટીય ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ પર ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી ત્યારબાદ ઓરિસ્સા અને બંગાળમાં રેડ એલર્ટ જારી કર્યુ હતુ. વળી, આની અસર દેશના ઘણા રાજ્યોમાં પડી શકે છે. માટે વિભાગે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલુ જ નહિ ચક્રવાતી તોફાન અમ્ફાન માટે ઓરિસ્સા અને તેની આસપાસના રાજ્યોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વિશેષજ્ઞોની માનીએ તો આ વખતે તોફાન 1999થી ભીષણ અને પ્રચંડ હોઈ શક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X