For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી રેલીમાં રાજ બબ્બરે મોદીની માતાનું નામ લઈ આપ્યું વિવાદિત નિવેદન

રાજ બબ્બરે મોદીની માતાનું નામ લઈ આપ્યું વિવાદિત નિવેદન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર-પ્રશારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણી ભાજપ માટે લોકસભા 2019 માટેનું સેમિફાઈનલ માનવામાં આવી રહ્યું છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને થતું કરી જવા તૈયાર છે. તેવામાં ગંદી રાજનીતિ ખેલાવવી શરૂ થઈ ગઈ છે અને એકબીજા પર નેતાઓએ કીચડ ઉછાળવાનું શરૂ કરી દીધું છે. જેને પગલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે.

મોદીની માતા પર વિવાદિત નિવેદન આપ્યું

મોદીની માતા પર વિવાદિત નિવેદન આપ્યું

મધ્ય પ્રદેશમાં ચૂંટણી રેલીઓમાં સતત નેતાઓ એકબીજા પર તીખા પ્રહાર કરી રહ્યા છે. આ વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્બરે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી તેઓ વિવાદમાં ઘેરાયા છે. રાજ બબ્બરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક રેલી દરમિયાન લોકોને સંબોધિત કરતા કહ્યું કે જ્યારે પીએમ મોદી કહેતા હતા કે ડોલર સામે રૂપિયો એટલો પટકાયો છે કે એ સમયના તાત્કાલિન પ્રધાનમંત્રીની ઉંમર જણઆવીને કહેતા હતા કે રૂપિયો એમની ઉંમરની નજીક જઈ રહ્યો છે.

મોદીએ પણ 2014માં આવા જ શબ્દો વાપર્યા હતા!

મોદીએ પણ 2014માં આવા જ શબ્દો વાપર્યા હતા!

રાજ બબ્બરે કહ્યું કે નરેન્દ્ર મોદી મનમોહન સિંહનું નામ લઈને કહેતા હતા કે રૂપિયો એમની ઉંમરની નજીક આવી ગયો છે. પરંતુ આજનો રૂપિયો તમારા પૂજનીય માતાજીની ઉંમરની નીચે પટકાવવો શરૂ થઈ ગયો છે. રાજ બબ્બરે નરેન્દ્રના એ નિવેદનનો ઉલ્લેખ કર્યો જે તેમણે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્યો હતો. રાજ બબ્બરના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર કોંગ્રેસે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મનમોહન સિંહને ટાર્ગેટ કર્યા હતા

મનમોહન સિંહને ટાર્ગેટ કર્યા હતા

અગાઉ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ પોતાના નિવેદનને કારણે વિવાદોમાં ફસાયા હતા. એમની એક ટેપ સામે આવી હતી, જેમાં તેઓ કહેતા હતા કે જ્યાં સુધી 90 ટકા મુસલમાન વોટિંગ નહિ કરે ત્યાં સુધી આપણે નુકસાન ભોગવવું પડશે. એટલું જ નહિ, સીપી જોશીએ પણ હિંદુત્વને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે હિંદુત્વ વિશે માત્ર પંડિત જ વાત કરી શકે છે, ઉમા ભારતી અને નરેન્દ્ર મોદી પંડિત નથી, તેઓ આના વિશે વાત ન કરી શકે.

રાજસ્થાનમાં સટોડિયાઓની પહેલી પસંદ કોંગ્રેસ, જાણો એમપી-છત્તીસગઢનો ટ્રેંડ રાજસ્થાનમાં સટોડિયાઓની પહેલી પસંદ કોંગ્રેસ, જાણો એમપી-છત્તીસગઢનો ટ્રેંડ

English summary
Raj Babbar sparks controversy takes Narendra Modi mother name in a campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X