For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ કુંદ્રાની વોટ્સએપ ચેટ વાયરલ, આવી રીતે કરાતી હતી દરરોજ લાખોની કમાણી

તપાસમાં બહાર આવ્યું છે કે રાજ કુંદ્રાએ પોર્ન મૂવીના ધંધા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેનું નામ "એચ એકાઉન્ટ્સ" હતું.આ વોટ્સએપ ગ્રુપમાં 5 સભ્યો હતા.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મુંબઇ પોલીસે અશ્લીલ ફિલ્મો બનાવવા અને વેચવા બદલ ધરપકડ કરી છે. હવે આ મામલે અનેક બાબતો સામે આવી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે રાજ કુંદ્રાએ પોર્ન મૂવીના ધંધા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેનું નામ "એચ એકાઉન્ટ્સ" હતું.આ વોટ્સએપ ગ્રુપમાં 5 સભ્યો હતા.

વોટ્સએપ ચેટ વાયરલ

વોટ્સએપ ચેટ વાયરલ

આ વોટ્સએપ ગ્રુપની ચેટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ચેટમાં રૂપિયાની લેવડ દેવડનો ઉલ્લેખ ક છે. રાજ કુંદ્રા અને પ્રદીપ બક્ષી વચ્ચે વાતચીત ચાલી રહી છે. પ્રદીપ યુકે સ્થિત કેનરીન પ્રોડક્શન હાઉસનો માલિક છે અને રાજ કુંદ્રાનો સબંધી છે. સામે આવેલા વોટ્સએપ ચેટ્સમાં રાજ કુંદ્રા આ વ્યવસાયમાં માર્કેટિંગ, વેચાણ અને ચુકવણી સંબંધિત બાબતો વિશે વાત કરી રહ્યા છે. દરરોજ કેટલી કમાણી થઈ, પોર્નોગ્રાફીમાં કામ કરતી મોડેલને કેટલા રૂપિયા આપવા પડશે વગેરે બાબતો સામે આવી છે.

પોર્ન ફિલ્મોનો વ્યાપાર

પોર્ન ફિલ્મોનો વ્યાપાર

તમને જણાવી દઈએ કે, રાજ કુંદ્રાના પૂર્વ પીએ ઉમેશ કામત ભારતમાં કેનરીન પ્રોડક્શન હાઉસના પ્રતિનિધિ હતા. જેને કેનરીન પ્રોડક્શન હાઉસથી વિવિધ પ્રકારની પોર્ન ફિલ્મો બનાવવાનું કામ મળતું હતું. અહેવાલો અનુસાર, આ કેસમાં હજુ ઘણા વધુ નામ બહાર આવી શકે છે.

આવી રીતે ચલાવતા હતા ધંધો

આવી રીતે ચલાવતા હતા ધંધો

પોર્ન ફિલ્મો બનાવ્યા બાદ તે મેઇલ દ્વારા કેનરીન પ્રોડક્શન હાઉસ પર મોકલવામાં આવતી હતી. પૈસા આ લોકોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવતા. ફિલ્મો ફક્ત કેનરીન કંપની દ્વારા જ સોશિયલ મીડિયા એપ્લિકેશન હોટશોટ પર અપલોડ કરવામાં આવતી હતી.

પોર્ન ફિલ્મો સાથે જોડાયેલા છે રાજ કુંદ્રા

પોર્ન ફિલ્મો સાથે જોડાયેલા છે રાજ કુંદ્રા

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે ગઈરાત્રે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરી 2021 માં કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર અશ્લીલ સામગ્રી બનાવવા અને મોબાઇલ એપ્લિકેશન્સ પર રિલિઝ કરવાના ધંધામાં સામેલ હોવાનો આરોપ છે.

બોલિવુડમાં કામના બહાને યુવતીઓને ફસાવતા હતા

બોલિવુડમાં કામના બહાને યુવતીઓને ફસાવતા હતા

પોલીસના જણાવ્યા મુજબ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામની શોધમાં આવેલી જરૂરિયાતમંદ યુવતીઓને મોટી ફિલ્મોમાં ભૂમિકા મેળવવાના નામે ફસાવવામાં આવી હતી. દર અઠવાડિયે ફિલ્મો રિલીઝ કરાતી હતી.

દરરોજ લાખોની કમાણી કરતા હતા

દરરોજ લાખોની કમાણી કરતા હતા

વોટ્સઅપ ચેટ મુજબ, એપ્લિકેશન લાઇવ શો દ્વારા દરરોજ 1.85 લાખ રૂપિયા અને ફિલ્મોથી દિવસના 4.53 લાખ રૂપિયા સુધીની કમાણી કરાઈ રહી હતી. અત્યારસુધીમાં એપ્લિકેશન હોટશોટ્સમાં 2 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.

થઈ શકે છે આ સજા

થઈ શકે છે આ સજા

ઇન્ડસ્ટ્રીમાં 8-10 કરોડનું રોકાણ કર્યું છે. પોલીસે આ મામલે બે એફઆઇઆર દાખલ કરી કુલ 9 લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ભારતમાં, અન્યના અશ્લીલ વીડિયો બનાવનારાઓ સામે આઈટી એક્ટ 2008 ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.પ્રથમ ગુનામાં પાંચ વર્ષ સુધીની સજા અથવા 10 લાખનો દંડ થાય છે.

English summary
Raj Kundra's WhatsApp chat went viral, earning millions every day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X