ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રીએ પંચાયત રાજ પરિસંવાદમાં માર્ગદર્શન આપ્યુ
મુખ્યમંત્રીએ પંચાયતી રાજને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવા માટે પંચાયત વિભાગની ડિજિટલ પહેલ સમાન ‘પંચાયતી રાજ ઇન્ફર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ (PARINAM) પોર્ટલનું ઈ-લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે પંચાયત રાજ્ય મંત્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત રાજ્યની જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટેના 'અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ' પરિસંવાદમાં ઉપસ્થિત રહીને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ પંચાયતી રાજને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવા માટે પંચાયત વિભાગની ડિજિટલ પહેલ સમાન 'પંચાયતી રાજ ઇન્ફર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ' (PARINAM) પોર્ટલનું ઈ-લોકાર્પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ રાજ્યની જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને પંચાયતી અધિકારીઓના પરસ્પર સુચારૂ સંકલનથી વિકાસ કામોને નવી ગતિ આપવા માટે પરિસંવાદમાં સહભાગી જિલ્લા પંચાયત પ્રમુખઓ, ઉપપ્રમુખઓ અને કારોબારી અધ્યક્ષઓને આહવાન કર્યુ હતું.












Click it and Unblock the Notifications
