Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rajasthan Accident: ભરતપુરમાં ભીષણ માર્ગ અકસ્માત, ભાવનગરથી મથુરા જઈ રહેલ 11 મુસાફરોના મોત

Rajasthan Accident: એક મોટા સમાચાર રાજસ્થાનથી છે, જ્યાં આજે સવારે એક મોટો રોડ અકસ્માત થયો છે, જેમાં 11 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે આ અકસ્માત જયપુર-આગ્રા હાઈવે પર ભરતપુર જિલ્લાના હંત્રા પાસે થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈવે પર બસ અને ટ્રેલર એકબીજા સાથે અથડાઈ, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

accident

ભરતપુરના એસપી મૃદુલ કાચવાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે બસમાં સવાર મુસાફરો ગુજરાતના ભાવનગરથી ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહ્યા હતા. અકસ્માત સમયે બસ હાઇવે પર ઉભી હતી ત્યારે પાછળથી આવતા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બસ પલટી ગઈ અને બસના પાછળના ભાગે બેઠેલા મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, તેમની સંખ્યા 5 હતી, બાકીના છ લોકોના હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયા હતા. મૃતકોમાં છ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ મૃતકનાં પરિવારજનોને સાંત્વના પાઠવતા કહ્યુ કે, ભાવનગરથી મથુરા જતા શ્રદ્ધાળુઓનાં રાજસ્થાનનાં ભરતપુર પાસે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ૧૧ જેટલા ગુજરાતીઓનાં મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે એજ અભ્યર્થના. અકસ્માતમાં ઘાયલ સૌ સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના, મૃતકનાં પરિવારજનો પર અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X