રાજસ્થાનઃ સચિન પાયલટને મનાવવા આજે બીજી વખત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી
રાજસ્થાનઃ સચિન પાયલટને મનાવવા આજે બીજી વખત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે આજે ફરી એકવાર સવારે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. મહત્વની વાત એ છે કે અગાઉ સોમવારે પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવવામા આવી હતી જેમાં સચિટ પાયલટ અને તેના વિશ્વાસનીય ધારાસભ્યોએ ભાગ નહોતો લીધો. પરંતુ સચિન પાયલટને મનાવવાની કોશિશમાં આજે ફરી એકવાર ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ બાબતે જાણકારી આપતા કહ્યું કે આજે સવારે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક થશે.

સુરજેવાલાએ કહ્યું કે સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને લેખિતમાં આમંત્રણ મોકલવામાં આવશે. અમે સચિન અને તેના ધારાસભ્યોને અપીલ કરીએ છીએ કે તેઓ આ બેઠકમાં ભાગ લે. અમે અપીલ કરીએ છીએ કે તેઓ બેઠકમાં આવે અને રાજસ્થાનની 8 કરોડ જનતાની હળીમળીને સેવા કરવા પર ચર્ચા કરે. એટલું જ નહિ સુરજેવાલાએ કહ્યું કે જો કોઇપણ પ્રકારનો મતભેદ છે તો ખુલ્લા દિમાગથી તેમણે બોલવું જોઇએ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સમસ્યા સાંભળવા તૈયાર છે અને તેનો હલ કાઢવા માટે પણ તૈયાર છે.
સુરજેવાલાએ કહ્યું કે જો કોઇપની સાથે કંઇપણ મતભેદ છે તો તે ખુલ્લા મન અને દિમાગથી આવીને કહેવું જોઇએ. પાર્ટી સુપ્રીમો સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સૌકોઇને સાંભળવા અને સમાધાન ખોજવા માટે તૈયાર છે. જ્યારે બપોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના કુલ પાંચ દિગ્ગજ નેતાઓએ સચિન પાયલટ સાથે વાત કરી અને દિલ્હીથી જયપુર પરત જવાનો અનુરોધ કર્યો.












Click it and Unblock the Notifications
