Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સચિન પાયલટને ડેપ્યુટી CM અને PCC અધ્યક્ષપદેથી હટાવાયાઃ સુરજેવાલા

રાજસ્થાન કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજસ્થાન કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ મોટી કાર્યવાહી કરીને સચિન પાયલટને પ્રદેશ અધ્યક્ષ પદ અને ઉપમુખ્યમંત્રી પદેથી હટાવી દીધા છે. સાથે જ પાયલટ સમર્થક મંત્રીઓને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ પાર્ટીએ ગોવિંદ સિંહ ડોટાસારાને રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.

sachin pilot

કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઘટનાક્રમ પર પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે ભાજપે રાજસ્થાનની બહાદૂર જનતા દ્વારા ચૂંટલ કોંગ્રેસ સરકારને અસ્થિર કરીને પાડવાનુ ષડયંત્ર કર્યુ છે. ભાજપે ધનબળ અને સત્તાબળના દૂરુપયોગ સાથે, ઈડી અને આવકવેરા વિભાગના દૂરુપયોગથી કોંગ્રેસ અને સ્વતંત્ર ધારાસભ્યોને ખરીદવાની કોશિશનો ગુનો કર્યો છે. મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યુ કે કઈ રીતે ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરવામાં આવી રહી છે.

રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે સચિન પાયલટ ભ્રમિત થઈને ભાજપની જાળમાં ફસાઈ ગયા અને કોંગ્રેસ સરકારને પાડવામાં લાગી ગયા. છેલ્લા 72 કલાકથી કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટ અને અન્ય નેતાઓનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસ તરફથી સતત સચિન પાયલટને મનાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ તેમણે સતત દરેક વાતને નકારી. સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત પી ચિદમ્બરમ અને કેસી વેણુગોપાલે તેમનો સંપર્ક કર્યો હતો. કોંગ્રેસ સૂત્રોનુ કહેવુ છે કે પાયલટ સમજૂતી માટે રાજી ન થયા. તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાનો પણ ઈનકાર કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X