Rajsthan Election : રાજસ્થાનમાં કોંગ્રેસના ઉમેદવારનું મોત, જાણો શું છે કારણ?
રાજસ્થાનમાં ચૂંટણીના માહોલ વચ્ચે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરનું અવસાન થયુ છે.
ગુરમીત સિંહ કુન્નર લાંબા સમયથી બીમાર હતા અને તેમણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરમીત સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, કરણપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગુરમીત સિંહ કુન્નરના નિધનના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. લાંબા સમયથી અસ્વસ્થ હોવા છતાં કુન્નર તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે હંમેશા પ્રયત્નશીલ હતા. કુન્નર સાહેબનું અવસાન કોંગ્રેસ પાર્ટી અને રાજસ્થાનની રાજનીતિ માટે અપુરતી ખોટ છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બીજી તરફ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા બુધવારે બીજેપી નેતા અમીન પઠાણ કોંગ્રેસમાં જોડાયા છે.
બીજેપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમીન પઠાણે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુકજિંદર સિંહ રંધાવાની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ સ્વીકાર્યુ.
કોંગ્રેસમાં જોડાયા બાદ અમીન પઠાણે કહ્યું કે, છેલ્લા 25 વર્ષથી હું બીજેપીનો કાર્યકર, કાઉન્સિલર અને વિવિધ બોર્ડનો ચેરમેન રહ્યો છું. એવું લાગે છે કે ગુજરાતના કેટલાક લોકો અને ઉદ્યોગપતિઓને જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ તે બીજેપી નથી જેની વિચારધારા અને નીતિ હેઠળ અમે તેમાં જોડાયા હતા.
તેમણે આગળ કહ્યું કે, હવે અટલ બિહારી વાજપેયી અને ભૈરોન સિંહ શેખાવત જેવા નેતા નથી. એવું લાગે છે કે બીજેપી તેના વચનોથી ભટકી ગઈ છે. તેનાથી દુઃખી થઈને મેં બીજેપીમાંથી રાજીનામું આપ્યું છે. અશોક ગેહલોતે ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે કામ કર્યું છે. આને ધ્યાનમાં રાખીને મેં કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
