Rajasthan Election : પીએમ મોદી પર પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર, કહ્યું-રાજસ્થાનના ખુણે ખુણે CM શોધી રહ્યા છે
રાજસ્થાન સહિતના 5 રાજ્યોમાં કોંગ્રેસ બીજેપીને કાંટાની ટક્કર આપી રહી છે. ચૂંટણીમાં બીજેપીના વળતા પાણી હોય તેવી સ્થિતી વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાગવાડામાં એક રેલીને સંબોધિત કરી. અહીં પ્રિયંકાએ બીજેપી પર આકરા પ્રહારો કર્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ચૂંટણી આવે ત્યારે બીજેપી ધર્મની વાત કરવા લાગે છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બીજેપી ધર્મની વાત કરે છે. આપણે બધા ધાર્મિક છીએ. તમારા ધર્મનો રાજકારણમાં ઉપયોગ થઈ રહ્યો છે. રાજનીતિ એટલે દિલમાં સેવા, કોંગ્રેસ કરે છે સેવાની રાજનીતિ. આખો દેશ ઈન્દિરા ગાંધીને પોતાનો પરિવાર માનતો હતો. આજે પણ આપણે ઈન્દિરા ગાંધીને યાદ કરીએ છીએ.
કોંગ્રેસ અધ્યક્ષ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દર 5 વર્ષે સરકાર બદલાય છે. જનતા નક્કી કરે છે કે તેના નેતા કોણ હશે? જનતાએ ચૂંટણીમાં સમજદારીથી વિચારવું જોઈએ. આજકાલ ધર્મ અને જાતિના આધારે રાજકારણ ચલાવવામાં આવે છે. આજકાલ લોકો ધર્મના નામે વોટ માંગી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તમારે મોટો નિર્ણય લેવાનો છે. જો તમે સમજી વિચારીને નિર્ણયો લો તો તમે એવી સરકાર પસંદ કરશો જે તમારા માટે કામ કરે.
બીજેપી પ્રહાર કરતા પ્રિયંકાએ કહ્યું કે, રાજસ્થાનમાં બીજેપી વિભાજિત પાર્ટી છે. જો તમે તેમને પૂછો કે સીએમ કોણ છે તો તે જવાબ નહીં આપે. પીએમ મોદી ખૂણે ખૂણે એવી રીતે ભટકી રહ્યા છે કે જાણે પોતાના મુખ્યમંત્રીને શોધતા હોય. પોતાના નેતા પર ખુદને વિશ્વાસ નથી એટલે તેમના નામે વોટ માંગે છે. સરકાર ચલાવવા દિલ્હીથી નહીં આવે. તે પોતાના નેતાઓને બાજુ પર મૂકીને તેમના નામે વોટ માંગી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે, બીજેપી તમારી સામે ભાષણો અને જાહેરાતો કરે છે. તેમાંથી તમારે જાણવું જોઈએ કે તેનો ઈરાદો સાચો નથી. શું તમે CM ગેહલોતની સરકાર જોઈ છે? સીએમ ગેહલોતે કહ્યું છે કે તમે માંગીને થાકી જશો, હું આપીને નહીં થાકુ.












Click it and Unblock the Notifications
