Rajasthan Election Result 2023: ભાજપના હાથમાંથી જીત છીનવી શકે છે આ બેઠકો, જાણો 14 બેઠકનું ગણિત
Rajasthan Election Result 2023: સવારે 11:30 કલાક સુધીના વલણોમાં ભાજપ 110+ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 68+ સીટો પર આગળ છે. અન્ય પક્ષો 16 બેઠકો પર આગળ છે. જેમાંથી 14 બેઠકો પર ભાજપના ઉમેદવારો 1000 મત કરતા ઓછા માર્જીન સાથે લીડ પર છે. આ બેઠકોના કારણે ભાજપના જીતનું સપનું તુટી શકે છે.
રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે આજે 3 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. રાજસ્થાનમાં તાજેતરની મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) બહુમતી મેળવતી દેખાઈ રહી છે. ભાજપ 110+ સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 68+ બેઠકો પર આગળ છે.

14 બેઠકો એવી છે, જ્યાં ભાજપના ઉમેદવારો 1000 મત કરતા ઓછા માર્જીનથી આગળ છે. જેમાં અજમેર સાઉથ - 563 મત, અનતા - 274 મત, બારમેર 479 મત, ચોહટન 800 મત, દેઓલી ઉનીઆરા 288 મત, ઝાટવારા 653 મત, કોટપુટલી 167 મત, કુશલગઢ 354 મત, માસુદા 373 મત, નોહાર 128 મત, પાચપાદરા 683 મત, રાજગઢ લક્ષમનગઢ 934 મત, સુજાનગઢ 650 મત, થનાગાઝી 612 મતના ઓછા માર્જીનની બેઠકનો સમાવેશ થાય છે.
અજમેર સાઉથ પર ભાજપના ઉમેદવાર 563 મતથી આગળ છે. આ બેઠક પર 14 રાઉન્ડમાંથી 11 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
અનતા પર ભાજપના ઉમેદવાર 274 મતથી આગળ છે. આ બેઠક પર 21 રાઉન્ડમાંથી 10 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
બારમેર પર ભાજપના ઉમેદવાર 479 મતથી આગળ છે. આ બેઠક પર 26 રાઉન્ડમાંથી 5 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
ચોહટન પર ભાજપના ઉમેદવાર 212 મતથી આગળ છે. આ બેઠક પર 23 રાઉન્ડમાંથી 9 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
દેઓલી ઉનીઆરા પર ભાજપના ઉમેદવાર 288 મતથી આગળ છે. આ બેઠક પર 24 રાઉન્ડમાંથી 11 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
ઝાટવારા પર ભાજપના ઉમેદવાર 653 મતથી આગળ છે. આ બેઠક પર 23 રાઉન્ડમાંથી 13 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
કોટપુટલી પર ભાજપના ઉમેદવાર 637 મતથી આગળ છે. આ બેઠક પર 19 રાઉન્ડમાંથી 9 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
કુશલગઢ પર ભાજપના ઉમેદવાર 821 મતથી આગળ છે. આ બેઠક પર 24 રાઉન્ડમાંથી 12 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
માસુદા પર ભાજપના ઉમેદવાર 373 મતથી આગળ છે. આ બેઠક પર 20 રાઉન્ડમાંથી 10 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
નોહાર પર ભાજપના ઉમેદવાર 128 મતથી આગળ છે. આ બેઠક પર 19 રાઉન્ડમાંથી 8 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
પાચપાદરા પર ભાજપના ઉમેદવાર 640 મતથી આગળ છે. આ બેઠક પર 23 રાઉન્ડમાંથી 10 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
રાજગઢ લક્ષમનગઢ પર ભાજપના ઉમેદવાર 934 મતથી આગળ છે. આ બેઠક પર 21 રાઉન્ડમાંથી 6 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
સુજાનગઢ પર ભાજપના ઉમેદવાર 1216 મતથી આગળ છે. આ બેઠક પર 20 રાઉન્ડમાંથી 7 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
થનાગાઝી પર ભાજપના ઉમેદવાર 1199 મતથી આગળ છે. આ બેઠક પર 18 રાઉન્ડમાંથી 8 રાઉન્ડ પર મત ગણતરી થઇ ચુકી છે.
ઘણી બેઠકમાં ટૂંક સમયમાં પરિણામ જાહેર થઇ શકે છે, જેમાં વૈર બેઠક પર કુલ 14 રાઉન્ડમાંથી 12 ની મત ગણતરી થઇ ચૂકી છે. જેમાં ભાજપના ઉમેદવાર બહાદુર સિંહ 4867 મતથી આગળ છે.
ચરસી બેઠક પર કુલ 21 રાઉન્ડમાંથી 17 ની મત ગણતરી થઇ ચૂકી છે. જેમાં ભાજપના ઉમેદવાર સુશીલ કટારા 51313 મતથી આગળ છે.
કિશન પોલ બેઠક પર કુલ 19 રાઉન્ડમાંથી 15 ની મત ગણતરી થઇ ચૂકી છે. જેમાં ભાજપના ઉમેદવાર અમિન કાગજી 1351 મતથી આગળ છે.
પિંડવાડા આબુ બેઠક પર કુલ 18 રાઉન્ડમાંથી 15 ની મત ગણતરી થઇ ચૂકી છે. જેમાં ભાજપના ઉમેદવાર સુશીલ કટારા 18324 મતથી આગળ છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે રાજ્યની એક વિધાનસભા બેઠક પરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી અને માત્ર 199 બેઠકો પર જ મતદાન થયું હતું.
ચૂંટણી પરિણામો પહેલા આવેલા લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ હરીફાઈની આગાહી કરવામાં આવી હતી. જોકે, કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આશા વ્યક્ત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
