For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુ-ટર્નઃ વિરોધ બાદ રાજસ્થાન સરકારે પાછુ ખેંચ્યુ બાળ લગ્ન રજિસ્ટ્રેશન બિલ

રાજસ્થાન સરકારે લગ્ન રજિસ્ટ્રેશન(સુધારા) બિલ, 2021ને પાછુ લઈ લીધુ છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ દેશના ઘણા રાજ્યોમાં આજે પણ ગેરકાયદે બાળ લગ્નો કરાવવામાં આવી રહ્યા છે. સરકારના કડક કાયદા છતાં આ કુપ્રથા પર રોક નથી લગાવી શકાઈ. આ દરમિયાન રાજસ્થાન સરકારે લગ્ન રજિસ્ટ્રેશન(સુધારા) બિલ, 2021ને પાછુ લઈ લીધુ છે. જે હેઠળ લગ્નનુ કાનૂની રજિસ્ટ્રેશન અનિવાર્ય કરવામાં આવ્યુ હતુ. આ બિલને લઈને એ વખતે હોબાળો શરૂ થયો જ્યારે તેમાં સગીર(બાળ લગ્ન)ના લગ્નને પણ લગ્નના 30 દિવસની અંદર રજિસ્ટર કરાવવાની વાત સામે આવી.

child marriage

ગયા મહિને રાજસ્થાન સરકારે લગ્ન સુધારા બિલ, 2021ને રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યુ હતુ પરંતુ વિપક્ષ સહિત દેશભરના સમાજ કલ્યાણ સંગઠનોએ આનો જોરદાર વિરોધ કર્યો. 16 ઓગસ્ટે રાજસ્થાનની અશોક ગહેલોત સરકારે રાજ્ય વિધાનસભામાં રાજસ્થાન અનિવાર્ય લગ્ન રજિસ્ટ્રેશન(સુધારા) બિલને આગળ વધાર્યુ. આ બિલ રાજસ્થાન અનિવાર્ય રજિસ્ટ્રેશન અધિનિયમ, 2009ની કલમ 8માં સુધારો કરે છે.

આ બિલ પાસ થયા બાદ રાજસ્થાનમાં જો વરરાજા અને નવવધુની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો તેમના લગ્નને 30 દિવસની અંદર રજિસ્ટર કરાવવા અનિવાર્ય હતા. આવા મામલામાં તેમના માતાપિતા કે વાલીને લગ્નનુ રજિસ્ટ્રેશન કરાવવાનુ હોત. મુખ્યમંત્રી અશોક ગહેલોતે સોમવારે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ કાર્યક્રમમાં કાયદો પાછો લેવાના નિર્ણયની જાહેરાત કરી. સામાજિક કલ્યાણ સંગઠનોએ એ જોગવાઈની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યો હતો જેણે બાળ લગ્નને રજિસ્ટર કરાવવા અનિવાર્ય બનાવી દીધા હતા અને ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવ્યો હતો.

વળી, રાજસ્થાનમાં વિપક્ષે કોંગ્રેસ સરકાર પર રાજ્યમાં બાળ લગ્ન માટે દરવાજો ખોલવા અને એક સામાજિક બુરાઈને માન્યતા આપવાનો આરોપ લગાવ્યો. રાજસ્થાને 2006માં બાળ લગ્ન નિષેધ અધિનિયમ લાવીને બાળ લગ્ન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ 2015-16ના રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ(એનએફએચએસ)ના આંકડાઓથી જાણવા મળ્યુ કે આ કાયદાથી બાળ લગ્નની ઘટનાઓને ઘટાડવામાં મદદ મળી હતી.

English summary
Rajasthan government withdrew the Child Marriage Registration
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X