For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યપાલે માની સીએમ ગહેલોતની માંગ, વિધાનસભા સત્ર બોલાવવાની આપી મંજૂરી

રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી વિધાનસભા સત્ર બોલાવવા માટે કોંગ્રેસ અને રાજ્યપાલ વચ્ચે ચાલી રહેલ રાજકીય લડાઈ હવે ખતમ થતી દેખાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી વિધાનસભા સત્ર બોલાવવા માટે કોંગ્રેસ અને રાજ્યપાલ વચ્ચે ચાલી રહેલ રાજકીય લડાઈ હવે ખતમ થતી દેખાઈ રહી છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ સરકારને વિધાનસભા સત્ર બોલાવવાની માંગને માની લીધી છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ કહ્યુ કે એવો કોઈ ઈરાદો ક્યારેય નથી રહ્યો કે સત્ર બોલવવામાં ન આવે.

kalraj mishra

રાજ્યપાલ કલરાજ મિશ્રએ સોમવારે રાજસ્થાન સરકારને શરતોને આધીન સત્ર બોલાવવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલે પોતાના નિર્દેશમાં કહ્યુ છે કે સરકાર વર્તમાન પરિસ્થિતિમાં 21 દિવસની સમય સીમામાં સત્ર બોલાવે જેનાથી કોરોનાના કારણે ધારાસભ્યોને વિધાનસભામાં આવવામાં મુશ્કેલી ન થાય. આ સાથે જ રાજ્યપાલે કહ્યુ કે સત્ર દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન જરૂરી હશે.

આ પહેલા રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ માટે મુખ્યમંત્રી અશોક ગહેલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ગહેલોતે જણાવ્યુ કે તેમણે રાજ્યપાલ કલરાજ મિશ્ર વિશે રવિવારે પીએમ મોદી સાથે વાત કરી છે અને રાજ્યપાલના વ્યવહાર વિશે અવગત કરાવ્યા છે. ગહેલોતે કહ્યુ, 'મે પ્રધાનમંત્રી સાથે કાલે(રવિવારે) વાત કરી અને રાજ્યપાલના વ્યવહાર વિશે જણાવ્યુ. મે સાત દિવસ પહેલાના પત્ર પર પણ પીએમ મોદી સાથે વાત કરી. તેમણે કહ્યુ કે રાજ્યપાલે તેમને છ પાનાંનો પ્રેમપત્ર મોકલ્યો હતો.' 200 સભ્યોની વિધાનસભામાં ધારાસફભ્યોની સંખ્યાના હિસાબથી તો સીએમ ગહેલોત મજબૂત દેખાઈ રહ્યા છે. જો કે તેમની પાસે બહુમત નજીકનો જ આંકડો 101 છે.

અશોક ગહેલોત જૂથઃ કુલ સંખ્યા 100(વિધાનસભા સ્પીકર 1)

કોંગ્રેસ - 87 (કુલ 106 પરંતુ વિદ્રોહી 19)

અપક્ષ - 10

બીટીપી - 2

સીપીએમ - 1

સચિન પાયલટ જૂથઃ

વર્તમાન સંખ્યા - 19

અપક્ષ - 3

ભાજપ +: કુલ 75

ભાજપ - 72

આરએલપી - 3

સીપીએમ - 1 (અલગ)

એક દિવસમાં કોરોનાના 50,000 નવા કેસ, કુલ મામલા 14 લાખને પારએક દિવસમાં કોરોનાના 50,000 નવા કેસ, કુલ મામલા 14 લાખને પાર

English summary
Rajasthan Governor Kalraj Mishra orders State Government to call for an Assembly Session
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X