રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રગીતનુ વિરોધી રહ્યુ છે RSS: કોંગ્રેસ સરકારના મંત્રી
રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં મંત્રી શાંતિ ધારીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં મંત્રી શાંતિ ધારીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે આરોપ લગાવ્યો કે આરએસએસ રાષ્ટ્રીય ધ્વજ સાથે સાથે રાષ્ટ્રગીતનું પણ પ્રબળ વિરોધી રહ્યુ છે. તેમણે આ ટિપ્પણી મંગળવારે પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ પ્રમુખ રાજીવ ગાંધીની 75મી જયંતિના અવસર પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પણ ત્યાં હાજર હતા.

RSS વિશે રાજસ્થાન સરકારના મંત્રીએ કરી ટિપ્પણી
રાજસ્થાનના સંસદીય કાર્ય અને શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જયંતિ પર જયપુરમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યુ, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત બંનેનો વિરોધી રહ્યુ છે.' એટલુ જ નહિ પોતાના દાવાઓને વધુ મજબૂતી આપવા માટે ધારીવાલે સ્વતંત્રતા સંગ્રામને એક ઉદાહરણનો હવાલો આપતા કહ્યુ કે જ્યારે મહાત્મા ગાંધીએ 26 જાન્યુઆરી, 1930ના રોજ દરેક જગ્યાએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું આહવાન કર્યુ હતુ તો તે દિવસે પણ આરએસએસની શાખાઓમાં ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

‘આરએસએસના લોકો રાષ્ટ્રગીતનો વિરોધ કરે છે'
શાંતિ ધારીવાલે એ પણ દાવો કર્યો, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો રાષ્ટ્રગીતનો પણ વિરોધ કરે છે કારણકે તેમનુ માનવુ છે કે આનાથી લોકોમાં દેશભક્તિની ભાવના પેદા નહિ થાય.' તેમણે કહ્યુ કે રાજીવ ગાંધીને પણ આરએસએસની વિચારધારા પસંદ નહોતી કારણકે તે શરૂઆતથી જ દલિત અને લઘુમતીઓના વિરોધી હતા. એટલુ જ નહિ ધારીવાલે રાજીવ ગાંધીને મહાન માનવતાવાદી વ્યક્તિ ગણાવ્યા.

રાજીવ ગાંધી સૌથી વધુ હેરાન આરએસએસની વિચારધારાથી હતા'
રાજસ્થાન સરકારના મંત્રીએ કહ્યુ, ‘રાજીવ ગાંધી સૌથી વધુ હેરાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી હતા. તેમનો આ પાક્કો વિચાર હતો કે આ દેશ જો સૌથી વધુ નુકશાન ઉઠાવશે, આ દેશમાં સાંપ્રદાયિક તણાવથી સૌથી વધુ નુકશાન થશે તો તે આરએસએસની નીતિઓના કારણે થશે. સંઘનુ આજથી નહિ 1925થી આ જ કહેવુ છે કે રાષ્ટ્રગીત ‘જન ગણ મન' દેશભક્તિની એ ભાવના નથી જગાડતુ જે એક રાષ્ટ્રગીત જગાડે છે.'












Click it and Unblock the Notifications
