For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન રાજકીય સંકટઃ કોંગ્રેસે ધારાસભ્યોને જારી કર્યુ વ્હીપ, આજે મહત્વની બેઠક

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સામે મોટો પડકાર આવ્યો છે. રાજ્યની અશોક ગહેલોત સરકાર પર સંકટનના વાદળો મંડરાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સામે મોટો પડકાર આવ્યો છે. રાજ્યની અશોક ગહેલોત સરકાર પર સંકટનના વાદળો મંડરાઈ રહ્યા છે. વાસ્તવમાં પોતાની અનદેખીથી નારાજ સચિન પાયલટે બાગી તેવર બતાવવા શરૂ કરી દીધા બાદ તે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ગહેલોત સરકાર સામે ઘેરાબંધી કરી રહ્યા છે. એવામાં સરકાર સામે ખુદને બચાવવાનો પડકાર છે. રાજ્યને રાજકીય સંકટમાંથી ઉગારવા માટે કોંગ્રેસ પાર્ટી પ્રમુખ નેતૃત્વએ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અવિનાશ પાંડે, પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા અને અજય માકનને સક્રિય કર્યા છે. આ ત્રણે ગઈ રાતે પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો છે કે રાજ્યની અશોક ગહેલોત સરકાર સુરક્ષિત છે.

સરકાર પર કોઈ પણ પ્રકારનો ખતરો નથી

સરકાર પર કોઈ પણ પ્રકારનો ખતરો નથી

અવિનાશ પાંડેએ પ્રેસ કૉન્ફરન્સમાં દાવો કર્યો છે કે પાર્ટીના 109 ધારાસભ્યોએ પોતાનુ સમર્થન પત્ર સોંપી દીધુ છે. તમને જણાવી દઈએ કે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની નારાજગી બાદથી જ રાજ્ય સરકાર પર જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે. આ દરમિયાન સચિન પાયલટ ખુલીને સામે આવીને કોઈ નિવેદન આપવાનુ ટાળી રહ્યા છે. પરંતુ અવિનાશ પાંડેનો દાવો છે કે સરકાર પર કોઈ પણ પ્રકારનો કોઈ ખતરો નથી અને તેમણે સરકાર વિશે ચાલી રહેલી તમામ અટકળોને ધરમૂળથી ફગાવી દીધી છે.

આજે થશે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક

આજે થશે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક

આજે સવારે 10-11 વાગ્યા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય દળની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક માટે બધા ધારાસભ્યોને પાર્ટી તરફથી વ્હીપ જારી કરવામાં આવ્યુ છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે જે પણ ધારાસભ્ય આ વ્હિપનુ ઉલ્લંઘન કરે તેની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વળી, પ્રેસ કૉન્ફરન્સાં અવિનાશ પાંડેએ ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે જ્યારે આખો દેશ કોરોના સંકટ સામે લડી રહ્યો છે ત્યારે ભાજપ રાજ્ય સરકારોને પાડવાની કવાયતમાં લાગેલી છે. રાજ્યની સ્થિતિ માટે સ્પષ્ટ રીતે ભાજપ જ જવાબદાર છે. મહત્વની વાત એ છે કે આ પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોના કોઈ પણ સવાલનો જવાબ આપ્યા વિના જ આને ખતમ કરી દેવામાં આવી.

થર્ડ ફ્રંટની કવાયતમાં સચિન પાયલટ

થર્ડ ફ્રંટની કવાયતમાં સચિન પાયલટ

સૂત્રોની માનીએ તો સચિન પાયલટ રાજ્યમાં થર્ડ ફ્રંટ બનાવવાની કવાયતમાં લાગેલા છે. વાસ્તવમાં સચિન પાયલટના સમર્થમાં એટલા ધારાસભ્યો નથી કે તે અશોક ગહેલોત સરકારને પાડી શકે, માટે તે થર્ડ ફ્રંટ તૈયાર કરવામાં લાગ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ કવાયતમાં સચિન પાયલટને 30 ધારાસભ્યોનુ સમર્થન મળ્યુ છે. પરંતુ તે ભાજપમાં શામેલ થાય તો 18 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટી છોડવા માટે પણ તૈયાર છે. એવામાં જો નંબર ગેમની વાત કરીએ તો 18 ધારાસભ્યોના રાજીનામા બાદ અશોક ગહેલોત સરકાર લઘુમતમાં આવી જશે.

શું છે નંબર ગેમ

શું છે નંબર ગેમ

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં વર્તમાન સમયમાં ભાજપ પાસે 72 ધારાસભ્યો છે. આરએલપી પાસે 3 ધારાસભ્યો છે જે ભાજપ પાર્ટીને પોતાનુ સમર્થન આપી રહ્યા છે. એવામાં ભાજપ પાસે 75 ધારાસભ્યોનુ સમર્થન છે. વળી, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે કુલ 107 ધારાસભ્યો છે અને અન્ય અપક્ષ ધારાસભ્યો તેમજ નાના પક્ષોના ધારાસભ્યોનુ સમર્થન મળીને પાર્ટી પાસે 120 ધારાસભ્યોનુ સમર્થન છે. માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લગભગ 45 ધારાસભ્યોનુ અંતર છે. એવામાં જો 18 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ પણ આપે તો પણ અશોક ગહેલોત સરકાર પર કોઈ પ્રકારનુ સંકટ આવતુ દેખાઈ રહ્યુ નથી. તમને જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સીટો છે. બહુમત માટે 101 સીટો હોવી જરૂરી છે.

અંદમાન નિકોબારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3અંદમાન નિકોબારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3

English summary
Rajasthan political crisis: Congress issue vhip for MLA's, Ashok Gehlot governmet key meeting of MLA today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X