રાજસ્થાનઃ સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં પાછી લીધી પોતાની અરજી
રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકાર પર છવાયેલા સંકટ વચ્ચે એક મોટા સમાચાર છે.
રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકાર પર છવાયેલા સંકટ વચ્ચે એક મોટા સમાચાર છે. વિધાનસભા સ્પીકર સીપી જોશીએ કોંગ્રેસના 19 વિદ્રોહી ધારાસભ્યોને હાઈકોર્ટમાંથી મળેલી રાહત સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની અરજીને પાછી લઈ લીધી છે. સ્પીકરના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને અરજી પાછી લેવા વિશે માહિતી આપી. તમને જણાવી દઈએ કે સ્પીકર સીપી જોશીની આ અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરવાનુ હતુ. વાસ્તવમાં આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવા અંગે કોંગ્રેસ નેતાઓમાં સંમતિ બની નહોતી.

કેસને રાજકીય રીતે લડવા પર વિચાર
મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ નેતાઓનુ એક જૂથ ઈચ્છે છે કે કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાના બદલે લડાઈને રાજકીય રીતે રસ્તા પર જ લડવામાં આવે. વળી, કોંગ્રેસના અમુક વરિષ્ઠ નેતા સુપ્રીમ કોર્ટ દ્વારા કેસને ઉકેલા પર સંમત હતા. આ કેસ વિશે અંતિમ નિર્ણય મોટા નેતાઓ પર છોડી દેવામાં આવ્યો હતો ત્યારબાદ આજે અરજી પાછી લેવામાં આવી.

વિદ્રોહી ધારાસભ્યોની અયોગ્યતા સાથે જોડાયેલો છે કેસ
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જ્યારે સ્પીકર સીપી જોશીએ પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 વિદ્રોહી ધારાસભ્યોને અયોગ્યતા નોટિસ મોકલી હતી અને આ બધાને હાઈકોર્ટમાંથી રાહત મળી ગઈ હતી ત્યારે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાંથી પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો અને હાઈકોર્ટે વિદ્રોહી ધારાસભ્યોને મળેલી રાહતને આગળ વધારી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે સ્પીકર હાલમાં વિદ્રોહી ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી નહિ કરી શકે.

રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવા અંગેની ફાઈલો પાછી મોકલી
વળી, સોમવાલે રાજ્યપાલ કલરાજ મિશ્રએ રાજસ્થાન વિધાનસભાનુ સત્ર બોલાવવાની માંગ સંબંધિત બધી ફાઈલો રાજ્ય સરકારને પાછી મોકલી દીધી. આ ઉપરાંત રાજ્યપાલે સરકારને અમુક અન્ય માહિતી પણ માંગી છે. સૂત્રોનુ કહેવુ છે કે વિધાનસભા સત્ર બોલાવવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે સત્ર બોલાવવાની માંગ પર રાજ્યપાલ તરફથી કોઈ વિચાર ન કરાયા બાદ શનિવારે મુખ્યમંત્રી અશોક ગહેલોતે ફરીથી પ્રસ્તાવ મોકલીને સત્ર બોલાવવાની માંગ કરી હતી.
અયોધ્યામાં રામ મંદિરની 2000 ફૂટ નીચે નાખવામાં આવશે 'ટાઈમ કેપ્સૂલ', જાણો કારણ
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
